કેન્દ્રીયમંત્રી કહે છે બિહારમાં વરસાદના કારણે 12 પુલ ધરાશાયી થયા

બિહારમાં છેલ્લા 17 દિવસમાં ઓછામાં ઓછા 12 પુલ ધરાશાયી થયા છે. સિવાન, સારણ, મધુબની, અરરિયા, પૂર્વ ચંપારણ અને કિશનગંજમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. વિપક્ષે CM નીતીશ કુમારની સરકાર સામે બંદૂક તાકી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા અને જાળવણીને લઈને સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી અને રાજ્યના પૂર્વ CM જીતન રામ માંઝીએ આ ઘટનાઓ માટે ચોમાસાને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, 'આ ચોમાસાનો સમય છે. ઘણો વરસાદ પડ્યો છે. જેના કારણે પુલો તૂટી રહ્યા છે... પરંતુ, CM નીતીશ કુમાર તપાસ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. તેમણે ગઈકાલે જ બેઠક યોજી છે અને કડક સૂચના આપી છે કે, કોઈપણ પ્રકારની લાપરવાહી ચલાવી લેવાશે નહીં. અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે.'

બ્રિજ તૂટી પડવાની ઘટના અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સહિત વિપક્ષોની તીક્ષ્ણ ટીકાના પગલે, CM નીતિશ કુમારે માર્ગ બાંધકામ વિભાગ (RCD) અને ગ્રામીણ બાંધકામ વિભાગ (RWD)ને રાજ્યના તમામ જૂના પુલોનું તાત્કાલિક સર્વે કરવા માટે નિર્દેશ આપ્યો છે અને જેમને સમારકામની જરૂર છે તેને તાત્કાલિક રીપેર કરાવવી જોઈએ.

વર્ષ 1956માં બિહારમાં ભયંકર દુકાળ અને દુષ્કાળ પડ્યો હતો. ત્યારે વિધાનસભામાં પણ એવું જ નિવેદન આપવામાં આવ્યું હતું કે, હાથિયા (નક્ષત્ર)ના કારણે દુકાળ પડ્યો હતો. આના જવાબમાં જાણીતા સાહિત્યકાર રામવૃક્ષ બેનીપુરીએ ગૃહમાં કહ્યું હતું કે, 'જો હાથિયા જ સર્વસ્વ છે, તો પછી આટલા મોટા હાથીઓ જેને આપણે પાલતુ તરીકે રાખ્યા છે, તે કેમ છે?'

હાથી બોલી ને તેમણે સરકારની સિંચાઈ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાકે 'હાથી' શબ્દમાં સરકારી તંત્રને પણ જોયું.

70 વર્ષ થવા આવ્યા છે. બિહારમાં, હજુ પણ એક (કેન્દ્રીય) મંત્રી એક પછી એક પડી રહેલા પુલો માટે ચોમાસાને જવાબદાર ઠેરવી રહ્યા છે. જળ સંસાધન વિભાગના અધિક મુખ્ય સચિવ આ અકસ્માતોનું બીજું કારણ જણાવે છે. તેમનું કહેવું છે કે, તાજેતરમાં નદીમાં જમા થયેલો કાંપ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા તેની સાથે સંબંધિત છે. તે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોએ ભૂલ કરી હશે.

'આમાંના મોટા ભાગના પુલ 30 વર્ષ જૂના હતા અને તેના પાયા છીછરા હતા. આ પાયા કાંપ હટાવવા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયા હતા... એન્જિનિયર જે કોણ પણ હોય, આ બાબત પ્રથમ નજરે જ ધ્યાનમાં આવવી જોઈતી હતી.'

તેમણે એમ પણ કહ્યું છે કે, નવા પુલ બનાવવામાં આવશે અને દોષિત કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે.

પુલ તૂટી પડવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે, બિહાર સરકાર તમામ હાલના અને નિર્માણાધીન પુલોનું ઓડિટ કરાવે. જે પુલ જર્જરિત થયા છે તે પુલ તોડીને નવેસરથી બાંધવામાં આવે.

About The Author

Top News

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.