કમિશન ન આપ્યું તો ભાજપના MLAના પ્રતિનિધિએ રોડ ખોદી નાંખ્યો, કોન્ટ્રાકટરનો આરોપ

ઉત્તર પ્રદેશના ભાજપના એક ધારાસભ્યના પ્રતિનિધિએ લગભગ 7 કિ.મી જેટલો રસ્તો JCBથી ખોદી નાંખ્યો હોવાનુો આરોપ લાગ્યો છે, કારણ એવું છે કોન્ટ્રાકટરે 5 કમિશન આપ્યું નહોતું એટલે ધારાસભ્યના પ્રતિનિધિએ કોન્ટ્રાકટરની કંપનીએ બનાવેલો રોડ ખોદી નાંખ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી સહિત 20 સામે ગુનો નોંધીને તપાસ  શરૂ કરી છે. 3ની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળેલી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાની કટરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વીર વિક્રમ સિંહના પ્રતિનિધીએ કોન્ટ્રાકટરે કમિશન નહીં આપતા તેણે બનાવેલો 7 કિ.મી. લાંબો રસ્તો JCBની મદદથી ખોદી નાંખ્યો છે. પોલીસે 20 સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અશોક કુમાર મીણાએ કહ્યું હતું કે, જૈતીપુરથી નવાદા થઇને બદાયું જિલ્લા સુધી જનારા હાઇવેનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું. આ કામ કરાવી રહેલા સંસ્થાના મેનેજર રમેશસિંહે 3 ઓકટોબરે ફરિયાદ નોંધાવી હતી છે. ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે કે કટરાના ભાજપના ધારાસભ્ય વીર વિક્રમસિંહના પ્રતિનિધિ જગબીર સિંહ 2 ઓકટોબરે તેના પંદરેક માણસોને લઇને આવ્યો હતો અને રસ્તાનું કામ કરી રહેલા કર્મચારીઓની લાઠી-ડંડાથી પિટાઇ કરી હતી, સાથે JCBની મદદથી 7 કિ.મી. રસ્તો ખોદી કાઢ્યો હતો જગબીર સિંહના માણસોએ મશીનોને પણ આગ લગાવી દીધી હતી.

SPએ કહ્યુ હતું કે,3 ઓકટોબરે જગવીર સહિત 20 અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટે ટીમ બનાવવામાં આવી છે. રમેશ સિંહે ફરિયાદમાં કહ્યું છે કે આ પહેલા પણ જગવીર સિંહ કર્મચારીઓને ધમકી આપીને 5 ટકા કમિશનની માંગ કરતો હતો.

કટરાના ભાજપના ધારાસભ્ય વીર વિક્રમ સિંહે પોતાની સામે લાગેલા આરોપના જવાબમાં કહ્યું હતું કે, કોન્ટ્રાકટરે રસ્તો બનાવવા માટે ખરાબ ક્વોલિટીના સામાનનો ઉપયોગ કર્યો હતો. આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો. તેણે જાતે જ રસ્તો ખોદી નાંખ્યો હશે અને વિમો પકાવવા માટે FIR નોંધાવી હશે. વીર વિક્રમ સિંહે કહ્યુ કે જગવીર સિંહ મારો પ્રતિનિધિ નથી, તે ભાજપનો કાર્યકર જરૂર છે. તેમણે કહ્યું કે આ આખા મામલામાં તેમને કોઇ લેવા-દેવા નથી.

જાણવા મળેલી માહિતી મુજબ જગવીર સિંહ અનેક વખત ભાજપના ધારાસભ્ય વીર વિક્રમ સિંહ સાથે જોવા મળતો હોય છે.

એક પોલીસ અધિકારીએ નામ નહીં છાપવાની શરતે કહ્યુ હતું કે રસ્તા બાંધવાનું બજેટ 12 કરોડ રૂપિયા હતું અને એક સ્થાનિક નેતા તેના માટે કમિશનની માંગ કરી રહ્યો હતો. આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મુખ્ય આરોપી જગવીર સિંહ હજુ ફરાર છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.