ટ્રેન સાફ કરી કચરો બહાર ફેંકી દેશને ગંદો કરી રહ્યા છે; વારંવાર કહેવા છતાં રેલવે કર્મચારીએ કચરો પ્લેટફોર્મ પર ફેંક્યો!

સ્વચ્છતા એ જ સેવા છે, સ્વચ્છતાનો અર્થ ક્યારેય એક વિસ્તારને સાફ કરવો અને પછી બીજા વિસ્તારને ગંદો કરવો એવો નથી. પરંતુ ભારતમાં, જ્યારે લોકો પોતાના ઘરનો કચરો ખાલી જગ્યામાં ફેંકી શકે છે, ત્યારે રેલવે કર્મચારીઓ માટે ચાલતી ટ્રેનમાં આવું કરવું એ કોઈ નવી વાત નથી. જો કે, તેમની આ ભૂલને કારણે રેલવે ટ્રેક પર કચરાનો ઢગલો થઇ જાય છે.

Railways Coach Attendant
navbharattimes.indiatimes.com

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આવો જ એક વીડિયોમાં કંઇક આવું જ જોવા મળ્યું છે. આ વીડિયોમાં, મુસાફરી કરતા એક પેસેન્જરના રોકવા છતાં રેલવે કર્મચારી કચરાના ડોલમાંથી કચરાની પોલીથીન બેગ કાઢીને બહાર ફેંકી દે છે. વીડિયો પોસ્ટ કરતી વખતે, યુઝરે કેપ્શનમાં કર્મચારી સાથેની પોતાની દલીલનો પણ ઉલ્લેખ કર્યો છે. લોકો હવે આ અંગે કડક પ્રતિક્રિયા આપી રહ્યા છે.

@abhiscosmossએ આ રીલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી, જેમાં તેણે બતાવ્યું કે, જ્યારે હું 4 નવેમ્બર, 2025ના રોજ સિયાલદાહ અલીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ (12987)માં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે આ ઘટના મારી સામે બની હતી અને મેં તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયોમાં એક જવાબદાર રેલવે કર્મચારી ટ્રેનમાંથી કચરો ફેંકતો દેખાય છે.

Railways Coach Attendant
navbharattimes.indiatimes.com

આવું કરતી વખતે જ્યારે મેં તેને અટકાવીને પૂછ્યું કે, 'તમે ટ્રેનને સાફ કરી અને દેશને ગંદો કેમ કર્યો?', ત્યારે કર્મચારીએ જવાબ આપ્યો, 'તો શું આ કચરો મારા ઘરે લઈને જાઉં?' યુઝરે આગળ લખ્યું, 'મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ ખોટું છે અને તમારે આ ન કરવું જોઈએ. ટ્રેનનો કચરો પ્લેટફોર્મ પર ફેંકી દો, પરંતુ આ વ્યક્તિ સાંભળવા તૈયાર નહોતો.'

https://www.instagram.com/reel/DQv6BjJE2Iy/

પોતાની લાંબી પોસ્ટના કેપ્શનમાં, યુઝરે આગળ લખ્યું કે, આ બધું થયા પછી પણ આ ટ્રેન કર્મચારીએ ફરીથી એ જ વાતનું પુનરાવર્તન કર્યું. આ વાયરલ વીડિયોમાં, કર્મચારીને કેપ્શનમાં લખેલું છે તે મુજબનું વર્તન કરતો જોઈ શકાય છે. આ વાયરલ રીલ 21 કલાક પહેલા પોસ્ટ કરવામાં આવી હતી, જેને 16 હજારથી વધુ વ્યૂઝ, સેંકડો લાઈક્સ અને ઘણી ટિપ્પણીઓ મળી ચૂકી છે.

Railways Coach Attendant
navbharattimes.indiatimes.com

ટ્રેનના આ વાયરલ વીડિયો પર, યુઝર્સ પણ કોમેન્ટ સેક્શનમાં આવીને દેશને પ્રદૂષિત કરી રહેલા કર્મચારી વિશે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ટ્રેન સ્વચ્છ છે, દેશ ગંદો છે. બીજા યુઝરે કહ્યું કે, જો આપણે કચરો બહાર ફેંકીએ તો ગંદકી, તેઓ ફેંકે છે, તો તે સ્વચ્છતા. ત્રીજા યુઝરે લખ્યું કે, બિલકુલ સાહેબ, તમારે તમારો અવાજ ઉઠાવવો પડશે, તો જ આ વસ્તુઓ બંધ થશે. ચોથા યુઝરે કહ્યું કે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.