આજે આપણો દેશ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ આગળ વધી રહ્યો છેઃ રાષ્ટ્રપતિ

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢામાં બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજે જ્યારે આપણો દેશ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે આપણે સૌએ આપણી દીકરીઓ અને બહેનોને મજબૂત અને સક્ષમ બનાવવામાં યોગદાન આપવું જોઈએ. તેમણે લોકોને મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને સલામતી પર ધ્યાન આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણા નાના પ્રયત્નો તેમને સશક્ત બનાવશે. તેમણે મહિલાઓને તેમના શિક્ષણ અને આત્મનિર્ભરતા માટે સતત પ્રયત્નો કરવાની સલાહ પણ આપી હતી.

05

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણી પરંપરામાં સદીઓથી સંતોએ લોકોને માર્ગ દેખાડ્યો છે. તેઓએ સમકાલીન સમાજમાં પ્રચલિત સામાજિક અનિષ્ટો સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેઓએ જાતિ, લિંગ વગેરેના આધારે ભેદભાવ સામે પણ અવાજ ઉઠાવ્યો છે. પછી તે ગુરુ નાનક હોય, સંત રવિદાસ હોય, સંત કબીરદાસ હોય, મીરાંબાઈ હોય, સંત તુકારામ હોય તમામે લોકોને તેમના ઉપદેશો દ્વારા સાચા રસ્તે ચાલવા માટે પ્રેરિત કર્યા છે. ભારતીય સમાજમાં તેમના યોગદાનથી તેમને સન્માનજનક સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, સમકાલીન આધ્યાત્મિક નેતાઓ આત્મનિર્ભર, સંવાદી અને પર્યાવરણને અનુકૂળ ભારતનાં નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.