- Tech and Auto
- ઇન્સ્ટાગ્રામ પર ઉંમર છુપાવીને કિશોરો નહીં બનાવી શકશે પોતાનું એકાઉન્ટ ? મેટાએ લીધી AI ની મદદ
ઇન્સ્ટાગ્રામ પર ઉંમર છુપાવીને કિશોરો નહીં બનાવી શકશે પોતાનું એકાઉન્ટ ? મેટાએ લીધી AI ની મદદ

ઇન્સ્ટાગ્રામે નકલી કિશોરોના એકાઉન્ટ શોધવા માટે AI નો સહારો લેવાનો નિર્ણય લીધો છે. માર્ક ઝુકરબર્ગની કંપની મેટા ટૂંક સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસનો ઉપયોગ કરીને કિશોરો દ્વારા ખોટી ઉંમર બતાવીને બનાવેલા એકાઉન્ટ શોધી કાઢશે. હાલમાં, મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા બાળકો છે જે 18 વર્ષના નથી, છતાં તેઓ ખોટી ઉંમર બતાવીને એકાઉન્ટ બનાવીને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. નાની ઉંમરમાં ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટનો ઉપયોગ કરવાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે.

નકલી ઉંમરના એકાઉન્ટ્સની થશે જાણ
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી, મેટાનું ફોટો અને શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સની ઉંમર ચકાસવા માટે AI નો ઉપયોગ કરી રહ્યું છે. હવે કંપનીએ પુષ્ટિ આપી છે કે આ ટેકનોલોજીનો સક્રિયપણે ઉપયોગ કરી રહી છે, જેથી કિશોરો દ્વારા બનાવેલા નકલી એકાઉન્ટ્સ શોધી શકાય.
મેટાની આ પહેલ નાના બાળકોને પુખ્ત વયના લોકોને બદલે ઇન્સ્ટાગ્રામના ટીનેજર્સ એકાઉન્ટમાં સાઇન અપ કરાવવા માટે છે. ઇન્સ્ટાગ્રામ તે નકલી ઉંમરના એકાઉન્ટ્સને ઓળખશે જેમણે નકલી જન્મ તારીખનો ઉપયોગ કરીને એકાઉન્ટ્સ બનાવ્યા છે. AI દ્વારા તેમની પોસ્ટ્સને એનાલાઈઝ કરીને વાસ્તવિક જન્મ તારીખ શોધી કાઢવામાં આવશે.

માતાપિતા સાથે મળીને કરશે કામ
મેટાનું કહેવું છે કે આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સનો ઉપયોગ કરનારાઓની ઉંમર સાચી હોય. આ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ખોટી ઉંમર સુધારવા અને બદલવાની સુવિધા પણ આપી રહ્યું છે. તાજેતરમાં, મેટાએ તેના બ્લોગમાં જણાવ્યું હતું કે ડિજિટલ દુનિયા સતત બદલાતી રહે છે અને કંપનીએ તેના માટે વિકાસ કરવાની પણ જરૂર છે. તે મહત્વપૂર્ણ છે કે તેઓ માતાપિતા સાથે કામ કરે જેથી ખાતરી કરી શકાય કે વધુને વધુ કિશોરો પાસે કિશોર એકાઉન્ટ્સ અને યોગ્ય સલામતી સેટિંગ્સ હોય.
એટલું જ નહીં, ઇન્સ્ટાગ્રામે એમ પણ કહ્યું છે કે તે માતાપિતાને સૂચનાઓ મોકલવાનું શરૂ કરશે જેથી તેઓ તેમના બાળકોને સમજાવી શકે કે તેમના માટે યોગ્ય ઉંમર ઓનલાઇન બતાવવી કેમ મહત્વપૂર્ણ છે.
Related Posts
Top News
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?
Opinion
