IAS સ્મિતા સભરવાલ મુશ્કેલીમાં, પોલીસે મોકલી નોટિસ, જાણો શું છે કારણ?

તેલંગાણાના સીનિયર IAS અધિકારી સ્મિતા સભરવાલ એક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. આ મુશ્કેલી AIથી બનાવવામાં આવેલી તસવીરને  રીટ્વીટ કરવાને કારણે થઈ. સાયબરાબાદ પોલીસે તેમને નોટિસ મોકલી છે. આ નોટિસ કાંચા ગચ્ચીબાવલી જમીન વિવાદમાં ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં મોકલવામાં આવી છે. સ્મિતા સભરવાલે X (અગાઉ ટ્વીટર) પર એક તસવીર રીટ્વીટ કરી હતી. તેમાં વિવાદિત ભૂખંડની AI-જનરેટેડ તસવીર હતી, જેમાં 2 JCB મશીન, 2 હરણ અને એક મોર નજરે પડી રહ્યા હતા.

Smita-Sabharwal3
facebook.com/smitasabharwal786

 

શું છે મામલો?

વાસ્તવમાં, છેલ્લા કેટલાક દિવસોથી કાંચા ગચ્ચીબાવલી જમીનને લઈને  વિવાદ ચાલી રહ્યો છે. સરકાર લગભગ 400 એકર જમીન પર વિકસ કરવા માગે છે, પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ જમીન હૈદરાબાદ યુનિવર્સિટીની છે. પર્યાવરણવિદોએ પણ વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આ વન ભૂમિ છે અને અહીં દુર્લભ વૃક્ષો, છોડ અને પ્રાણીઓ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો અને બાંધકામ કાર્ય પર રોક લગાવી દીધી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર અને વીડિયો વાયરલ થયા. તેમાં બતાવવામાં આવ્યું કે, બુલડોઝરથી તોડ-ફોડ કરવામાં આવી રહી છે. લોકોએ કહ્યું કે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને પ્રાણીઓનું ઘર છીનવાઈ રહ્યું છે. સરકારે તેના પર સખત આપત્તિ દર્શાવી.

https://twitter.com/revathitweets/status/1912457589733945511

સરકારનું કહેવું છે કે કેટલાક લોકો AIથી બનેલા  વીડિયો અને તસવીરના મધ્યમથી ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. સરકારે એવો પણ આરોપ લગાવ્યો કે તેની પાછળ વિપક્ષી પાર્ટીઓના લોકો છે. સરકારે કહ્યું કે, વાયરલ થઈ રહેલી મોટાભાગની પોસ્ટ નકલી છે. ત્યારબાદ કેટલાક લોકોએ પોતાની પોસ્ટ હટાવી દીધી. કાંચા ગચ્ચીબાવલીની જમીનને લઈને ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં પોલીસે કેટલીક યુટ્યુબ ચેનલો, ન્યૂઝ વેબસાઇટ્સ અને લોકોને નોટિસ મોકલી છે. સ્મિતા સભરવાલે પણ એક ઘિબલી તસવીરને રીટ્વીટ કરી હતી. એટલે, તેમને પણ નોટિસ મોકલવામાં આવી છે. IAS સ્મિતા સભરવાલે 31 માર્ચે 'હાય હૈદરાબાદ' નામના એક X (ટ્વીટર) એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલી ઘિબલીની તસવીરને રીટ્વીટ કરી હતી.

Smita-Sabharwal
facebook.com/smitasabharwal786

આ તસવીરમાં, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના 'મશરૂમ રોક' સામે ઘણા બધા બુલડોઝર હતા. તેમની સામે ઘિબલી સ્ટાઈલમાં એક મોર અને 2 હરણ પણ હતા. પોલીસે કહ્યું કે આ તસવીર નકલી છે. ગચ્ચીબાવલી પોલીસ સ્ટેશનના SHO મોહમ્મદ હબીબુલ્લાહ ખાને જણાવ્યું કે BNSS એક્ટની કલમ 179 હેઠળ સ્મિતા સભરવાલને નોટિસ મોકલવામાં આવી છે. તેમણે આ પોસ્ટ રીટ્વીટ કરી હતી. હવે જોવાનું એ રહશે કે સ્મિતા સભરવાલ આ નોટિસ પર શું જવાબ આપે છે?

Related Posts

Top News

અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...

બેન સ્ટોક્સના શેક હેન્ડ વિવાદને લઈને આર. અશ્વિને પણ પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રતિક્રિયા આપી છે. અશ્વિને કહ્યું હતું કે,...
Sports 
અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...

જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી...
Politics 
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.