- National
- બિહારમાં ટ્રાયલ દરમિયાન જ રોપ-વે તૂટી પડ્યો... 13 કરોડ રૂપિયાના ખર્ચે 6 વર્ષમાં બન્યો હતો
બિહારમાં ટ્રાયલ દરમિયાન જ રોપ-વે તૂટી પડ્યો... 13 કરોડ રૂપિયાના ખર્ચે 6 વર્ષમાં બન્યો હતો
બિહારના રોહતાસ જિલ્લામાં કૈમુરની ટેકરીઓ પર સ્થિત ઐતિહાસિક રોહતાસગઢના કિલ્લા સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલો રોપ-વે ટ્રાયલ દરમિયાન તૂટી પડ્યો હતો. આ અકસ્માત રોહતાસના અકબરપુર વિસ્તારમાં થયો હતો, જ્યાં રોપ-વેનું પરીક્ષણ ચાલી રહ્યું હતું. ટ્રાયલ દરમિયાન, અચાનક ઘણા પિલર ઉખાડી ગયા અને મુસાફરોને બેસાડવાની કેબિન અને સ્વિંગ તૂટીને નીચે પડ્યું. જોત જોતામાં આખું માળખું જમીન પર આવી ગયું.
સદનસીબે ટ્રાયલ દરમિયાન કેબિનમાં કોઈ નહોતું, જેના કારણે કોઈ જાનહાનિ ટળી ગઈ. જો કેબિનમાં લોકો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી, જેના કારણે કામદારો અને અધિકારીઓ આઘાતમાં સારી પડ્યા હતા.
https://twitter.com/BMSandeepAICC/status/2004567534369128887?s=20
અહેવાલો અનુસાર, રોપ-વેનું ટ્રાયલ એન્જિનિયરો અને ટેક્નિકલ નિષ્ણાતોની હાજરીમાં ચાલી રહ્યું હતું. ખાલી કેબિન અકબરપુરથી રોહતાસગઢ કિલ્લા તરફ મોકલવામાં આવી રહી હતી, તે થોડા અંતરે પહોંચી હતી, ત્યારે જ અચાનક રોપ-વેનો એક પિલર તૂટી પડ્યો. એક બાદ એક ઘણા પિલર જમીન પર પડી ગયા. થોડી જ ક્ષણોમાં, મશીનરી અને કેબિન સહિત સમગ્ર રોપ-વે સિસ્ટમ પૂરી રીતે ધરાશાયી થઈ ગઈ. લોખંડના માળખાના પડવાના જોરદાર અવાજથી નજીકના લોકો ગભરાઈ ગયા હતા. જોકે, એકમાત્ર રાહતની વાત એ હતી કે કેબિન ખાલી હતી.
https://twitter.com/AG_knocks/status/2004629374050730084?s=20
એવું કહેવામાં આવી રહ્યું છે કે રોપ-વેનું નિર્માણ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું હતું અને તેનો ખર્ચ લગભગ 13.65 કરોડ હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે 2019માં તેનો શિલાન્યાસ કર્યો હતો. નવા વર્ષના દિવસે તેના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી હતી. સ્થાનિક લોકોને આશા હતી કે રોપ-વેના ઉદ્ઘાટનથી રોહતાસગઢ કિલ્લા સુધી પહોંચવું સરળ થઈ જશે, અને લગભગ 70 કિલોમીટરનો વળાંકવાળો માર્ગ થોડી મિનિટોમાં પૂર્ણ થઈ જશે. જોકે, તેના ટ્રાયલ દરમિયાન રોપ-વેની ધરાશાયી થઈ જતા લોકોની આશાઓ પર પાણી ફરી ગયું છે અને વિસ્તારમાં નિરાશાનો માહોલ છે.

