- National
- આ રાજ્યની શાળાઓમાં લાગૂ થયો નિયમ, પ્રાર્થના બાદ બાળકો વાંચશે અખબાર
આ રાજ્યની શાળાઓમાં લાગૂ થયો નિયમ, પ્રાર્થના બાદ બાળકો વાંચશે અખબાર
જો તમને કોઈ શાળાની પ્રાર્થના સભામાં બાળકોને અખબારો વાંચતા અને 5 નવા શબ્દોનો અર્થ સમજાવતા નજરે પડે તો આશ્ચર્ય ચોંકતા નહીં. સરકારે મોબાઇલ ફોનમાં ડૂબેલા કિશોરોના મનને અખબારોના માધ્યમથી બહાર કાઢીને વિજ્ઞાન, સંસ્કૃતિ, ઇતિહાસ અને અન્ય વિષયો સાથે જોડવા માટે એક મોટી પહેલ કરી છે.
માધ્યમિક અને બેઝિક શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ પાર્થ સારથી સેન શર્માએ જિલ્લા શાળા નિરીક્ષક, જિલ્લા બેઝિક શિક્ષણ અધિકારી અને તમામ વિભાગીય શિક્ષણ નિયામકોને એક સરકારી આદેશ જાહેર કર્યો છે, જેમાં શાળાઓમાં દૈનિક અખબારનું વાંચન, ગ્રુપ ડિસ્કશન અને સમાચારના કટિંગ રાખવું ફરજિયાત કરવામાં આવી છે.
આ બહાને વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવૃત્તિ વધવાથી ન માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મદદ મળશે, પરંતુ ભાષા પર તેમનું પ્રભુત્વ હોવાથી વાદ વિવાદ પ્રતિસ્પર્ધાઓ અને વાતચીતમાં પણ નિપુણ બનશે. અખબારો દ્વારા વિદ્યાર્થીઓના વિજ્ઞાન, સંસ્કૃતિ અને રમતગમતના જ્ઞાનમાં પણ વધારો થશે.
સરકારના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સ્ક્રીન ટાઇમ વધવાથી બાળકોમાં પુસ્તકો પ્રત્યેની રુચિ જ ઓછી થઈ છે, તો એકાગ્રતા અને ભાવનાત્મકતામાં પણ ઘટાડો થયો છે. એવામાં નિયમિત અભ્યાસક્રમમાં અખબારોનો સમાવેશ કરીને શાળાઓમાં વાંચનનો જુસ્સો કેળવવાના પ્રયાસો કરવામાં આવશે.
વિદ્યાર્થીઓનું દેશ અને દુનિયા પ્રત્યેનું જ્ઞાન વધશે, જ્યારે નવા શબ્દોથી પરિચિત થવાથી વાતચીતમાં સુધારો થશે. વિદ્યાર્થીઓ અખબારોમાં પ્રકાશિત થતી સંવેદનાત્મક કહાનીઓથી પ્રેરિત થશે. પહેલીઓના માધ્યમથી વિદ્યાર્થીઓની તર્ક શક્તિ સુધરશે. એટલે, હવે ધોરણ 6 થી 12 સુધીની શાળાઓમાં હિન્દી અને અંગ્રેજી અખબારોની ઉપલબ્ધતા ફરજિયાત બનાવવામાં આવી છે.
અધિક મુખ્ય સચિવના નિર્દેશ અને સૂચનો સંબંધિત સરકારી આદેશમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓ પોતાની શાળાઓ કે કોલેજોની પત્રિકા તૈયાર કરશે. અખબારમાં પ્રકાશિત સંપાદકીય આલેખના આધારે અઠવાડિયામાં એકવાર વર્ગમાં જૂથ ચર્ચા થશે.
શનિવાર અથવા અન્ય સાપ્તાહિક વર્ગોમાં અખબારોમાં પ્રકાશિત સુડોકુ, ક્રોસવર્ડ કોયડાઓ વગેરે પર આધારિત માહિતીપ્રદ ક્વિઝનું આયોજન કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન, પર્યાવરણ અને રમતગમતના સમાચારબ કટિંગથી એક સ્ક્રેપબુક તૈયાર કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં ફરજની ભાવના વિકસાવવા માટે, તેઓ સ્થાનિક વિકાસલક્ષી સમાચાર સાથે જોડવામાં આવશે.
કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને સ્થાનિક મુદ્દાઓ અને વિકાસ કાર્ય વિશે અખબારોમાં પ્રકાશિત સમાચાર વાંચવા અને ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેનાથી તેમના સમુદાય અને આસપાસના વાતાવરણ સાથે તેમનું જોડાણ મજબૂત બનશે અને તેઓ પોતાના ભવિષ્યમાં પોતાના સમાજમાં જવાબદાર ભૂમિકા ભજવી શકશે.

