‘અમે નથી ઈચ્છતા કે સત્તા પરિવર્તન થાય, પરંતુ...’ અભિજીત દીપકેએ મોડી રાત્રે પોતાની માંગણીઓ જણાવી

અભિજીત દીપકે આ શુક્રવારે 'લહેરા દો તિરંગા' અભિયાનના ભાગરૂપે દેશની રાજધાની દિલ્હીના કનોટ પ્લેસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તૈયારી કરી રહ્યા છે. આ પહેલાં તેમણે અડધી રાત્રે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સ્પષ્ટ કર્યું હતું કે કોકરોચ જનતા પાર્ટી (CJP) સત્તા પરિવર્તન ઈચ્છતી નથી. તેમણે કહ્યું કે CJP મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવીને નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવા માંગે છે.

તેમણે કહ્યું કે, અમે માત્ર જવાબદારીની માંગ કરી રહ્યા છીએ કે જ્ઞાનેશ કુમાર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ કરી છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી વિના તેમણે ફોર્મ 6માં કરેલા ફેરફાર કર્યા, જે બાકી બે ચૂંટણી કમિશનરો કહ્યું કે તેઓ આ નિર્ણયો સાથે નથી. અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે જ્ઞાનેશ કુમારને હટાવીને કોઇ બીજાને બનાવી દો. અમે એવું તો નથી કહે તા સરકાર પલટી દેવી છે. અમે એવું તો નથી કહી રહ્યા તે કંઇક બીજું કરવાનું છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે જ્ઞાનેશ કુમાર ચૂંટણીઓમાં ગેરરીતિઓ કરી રહ્યા છે, અન્ય કમિશનરોની અવગણના કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટની પણ સાંભળી રહ્યા નથી. તેમને હટાવીને નવા કમિશનર બનાવો. એક સ્વતંત્ર અને નિષ્પક્ષ. શું આટલી માંગ કરવી પણ આજના લોકશાહીમાં પાપ છે? વડાપ્રધાન આનાથી આટલા કેમ ડરી રહ્યા છે?

abhijit2
deccanchronicle.com

તેમણે આગળ કહ્યું કે, હું ફરી એકવાર સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમર્થક છીએ. અમે આ દેશના નાગરિકો તરીકે, શાંતિપૂર્ણ રીતે જઈને તિરંગો ફરકાવીશું, જે અમારો અધિકાર છે.  આટલું તો અમે કરી શકીએ છીએ. તમે અમને તિરંગો ફરકાવતા કેવી રીતે રોકી શકો? અને અમે મહાત્મા ગાંધીના અનુયાયીઓ છીએ, તો અમે શાંતિ અને અહિંસામાં ભરોસો રાખીએ છીએ. અમે અમારી તરફથી કોઈપણ પ્રકારની હિંસા કે અસંવૈધાનિક કામ કરી રહ્યા નથી.

પોલીસે પ્રદર્શનકારીઓ અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે, તેઓ આ ગેરકાયદેસર જમાવડામાં ભાગ ન લે, કારણ કે કલમ 163નું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક વેપારીઓની ચિંતાઓનો ઉલ્લેખ કરીને, પોલીસે વિસ્તારની શાંતિ ભંગ ન કરવાની વાત કહી છે. જોકે, એક વિકલ્પ તરીકે પોલીસે કહ્યું કે તેઓ ધ્વજ લઇ જવા અને રાષ્ટ્રગાન ગાવા માટે પસંદગીના લોકોના એક સમૂહને કોઇ યોગ્ય સ્થાન પર સુવિધા પ્રદાન કરી શકે. શરત એટલી જ કે તિરંગાનું પ્રદર્શન અને રાષ્ટ્રગાતનું ગાન સંપૂર્ણ સન્માન, ગરિમા અને નિર્ધારિત નિયમોના દાયરામાં રહીને કરવામાં આવે.

abhijit1
indiatoday.in

કોઈપણ મોટા જમાવડા અથવા સામૂહિક ઉલ્લંઘનને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસે વ્યાપક વહીવટી તૈયારીઓ કરી છે. લ્યુટિયન્સ દિલ્હીની નજીકના સ્પોર્ટ્સ સ્ટેડિયમોને કામચલાઉ અટકાયત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, અને ત્યાં અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓને લઈ જવા માટે સરકારી બસોની લાઇન લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, સેન્ટ્રલ સચિવાલય, ઉદ્યોગ ભવન અને ખાન માર્કેટ સહિતના નજીકના મેટ્રો સ્ટેશનોના ચોક્કસ બહાર નીકળવાના માર્ગો પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

લ્યુટિયન્સ ઝોનમાં સુરક્ષાની જવાબદારી લગભગ 27,000 જવાનોને સોંપવામાં આવી છે. નવી દિલ્હી અને કનોટ પ્લેસ વિસ્તારોમાં શાંતિ જાળવવા તેમજ માનવ જીવન અને સાર્વજનિક તથા ખાનગી સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાલમાં 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS)ની કલમ 163 લાગૂ કરવામાં આવી છે.

NDMCએ દિલ્હી પોલીસને લેખિતમાં જાણ કરી છે કે વહીવટી કારણોસર 16 અને 17 ઓક્ટોબરના રોજ સેન્ટ્રલ પાર્ક સંપૂર્ણપણે બંધ રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર, દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF)ની વધારાની ટુકડીઓને 20 ઓક્ટોબર સુધી 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

હવે રસોઈ ગેસમાં પણ મિક્સ કરાશે હાઇડ્રોજન, PNGમાં 5 ટકા સુધી ઉમેરવાની તૈયારી શરુ, કિંમતો વધી શકે છે

પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યા પછી, રસોઈ ગેસમાં મિશ્રણ કરવાનું પણ શક્ય છે. ઘરોમાં પૂરા પાડવામાં આવતા પાઇપ્ડ નેચરલ ગેસ (...
Business 
હવે રસોઈ ગેસમાં પણ મિક્સ કરાશે હાઇડ્રોજન, PNGમાં 5 ટકા સુધી ઉમેરવાની તૈયારી શરુ, કિંમતો વધી શકે છે

ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

સોમવારની રાત હતી. તેલંગાણાના રાજન્ના સિરસિલ્લા જિલ્લામાં આવેલા કોનાયાપલ્લી ગામમાં, 80 વર્ષીય કોનકાટી ચંદ્રૈયાનું અવસાન થઇ ગયું હતું. વયસંબંધિત...
National 
ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધા બાદ ત્યાં સાપ છોડીને દુર્ઘટનામાં ખપાવી દેનારી પત્નીને મૃ*ત્યુદંડની સજા

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ચર્ચાસ્પદ રહેલા અમિત કશ્યપ હત્યા કેસમાં, કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો, જેમાં પત્ની રવિતા...
National 
પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધા બાદ ત્યાં સાપ છોડીને દુર્ઘટનામાં ખપાવી દેનારી પત્નીને મૃ*ત્યુદંડની સજા

ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા

મધ્ય પ્રદેશમાં પશાસનિક સ્તરે થયેલા મોટા ફેરફારો અને ઇન્દોરમાં રહેલા એક અધિકારીને રાયસેનના કલેક્ટર બનાવવા પર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ...
National 
ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.