નોકરી માટે બેંગલોર ગયા,પગાર માગ્યો તો માર્યા,પૈસા-ભોજન વિના ચાલીને 1000 km...

બેંગલુરુમાં તેમના માલિકના ત્રાસથી પરેશાન, ત્રણ પરપ્રાંતિય મજૂરો પૈસા અને ખોરાક વિના 1000 કિલોમીટર ચાલીને રવિવારે ઓડિશા સ્થિત તેમના ઘરે પહોંચ્યા. ત્રણ મજૂરો, કટાર માંઝી, બુડુ માંઝી અને ભિકારી માંઝી, ત્રણેય કાલાહાંડીના જયાપટનાના ટિંગલકન ગામથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને કોરાપુટના પોટ્ટાંગી બ્લોકમાં પદલગુડા ખાતે જોયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાલાહાંડી જિલ્લાના જયાપટના બ્લોકના ટિંગલકનના કટાર માંઝી, બુડુ માંઝી અને ભિકારી માંઝી બે મહિના પહેલા કામની શોધમાં બેંગલુરુ ગયા હતા. તેઓ 12 મજૂરોમાં સામેલ હતા જેમને ખુર્દા જિલ્લાના બાલુગાંવ વિસ્તારના લેબર કોન્ટ્રાક્ટર રામકૃષ્ણ પ્રધાન દ્વારા નોકરીના વચન સાથે ભારતની IT રાજધાની બેંગલુરુ લઈ જવામાં આવ્યા હતા.

ત્રણેય મજૂરો ઓડિશાથી બેંગ્લોર નોકરી માટે ગયા હતા. તેઓ 12 લોકોના જૂથનો ભાગ હતા જેઓ બે મહિના પહેલા બાલુગાંવના એક વચેટિયાની મદદથી બેંગલુરુ ગયા હતા. આ પછી તેને એક કંપનીમાં નોકરી મળી ગઈ પરંતુ કામ પતિ ગયા પછી તેના માલિકે તેને વેતન આપવાની ના પાડી દીધી. જ્યારે કામદારોએ તેમના બાકી લેણાં માંગ્યા ત્યારે તેમને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો. આવું બધું સહન ન થતા તેઓએ ત્યાંથી નોકરી છોડીને ચાલી નીકળવાનું પસંદ કર્યું હતું.

આ પછી, જ્યારે ત્રણેય ઓડિશાના કોરાપુટમાંથી પસાર થઈને તેમના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ તેમને જોયા અને તેમની પૂછપરછ કરી. આ દરમિયાન તેણે જણાવ્યું કે તેણે આ વોક 26 માર્ચથી શરૂ કરી હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે હાથમાં સામાન અને પાણીની બોટલ સાથે ચાલી રહ્યો છે.

ત્રણેય મજૂરોએ જણાવ્યું કે, અમે અમારા પરિવારને મદદ કરવા અને તેનું ભરણપોષણ કરવા પૈસા કમાવવાની આશા સાથે બેંગલુરુ ગયા હતા, પરંતુ કામ પૂરું થઇ ગયા પછી ત્યાંના કંપનીના કર્મચારીઓએ અમને પગાર આપવાની ના પાડી દીધી. અને અમને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું. અમે તેમની આ હેરાનગતિ સહન ન કરી શક્યા, તેથી અમે ત્યાંથી ચાલ્યા ગયા. જો કે, તેમની દુર્દશા જોઈને, રસ્તામાં એક દુકાનદારે તેમને ખાવાનું ખવડાવ્યું. અને ઓડિશા મોટરિસ્ટ એસોસિએશનના પોટંગી યુનિટના પ્રમુખે તેને 1,500 રૂપિયા આપ્યા અને તેના ઘરે જવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.