બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, મંગળવારના દિવસે નિધન થયું અને તેઓ 450 કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા હોવાનું જાણવા મળ્યું છે. હવે સવાલ એ ઉભો થયો છે કે, ધર્મેન્દ્રના બીજા પત્ની હેમા માલીની અને તેમની દીકરીઓને આ સંપત્તિમાંથી હિસ્સો મળશે?
કાયદાના જાણકારોનું કહેવું છે કે, હેમા માલિનીનેને એક રૂપિયો પણ નહીં મળે, કારણકે, ધર્મેન્દ્રએ પહેલી પત્ની પ્રકાશ કૌરને છુટાછેડા આપ્યા વગર લગ્ન કરી લીધા હતા અને હિંદુ મેરેજ એક્ટ મુજબ એ માન્ય નથી. પરંતુ જો ધર્મેન્દ્ર વસિયતમાં લખીને ગયા હોય કે હેમાને સંપત્તિમાંથી ભાગ આપજો તો મળી શકે.
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની બે દીકરીઓ છે એશા અને આહના. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરેલું છે કે, અમાન્ય લગ્નોથી જન્મેલા સંતાનો પિતાની સંપત્તિના કાયદેસર અધિકારી છે. એટલે હેમાની બંને દીકરીઓનો સંપત્તિમાં ભાગ રહેશે.