શું કહે છે સાયકોલોજી ભાઈ બહેનના સબંધ વિશે?

ભાઈ બહેનના સંબંધને આમતો કોઈ પણ શબ્દોની વ્યાખ્યામાં બાંધી નથી શકતા. ભાઈ ગમે તેવી મસ્તી કરતો હોય પણ જો ઘરે આવે અને બેનને ન જુએ તો તરતજ પૂછે છે કે ક્યાં ગયી ઓલી…??? અને એવુજ કઈક બહેનનું પણ છે કે જો ભાઈ તેના સમય કરતાં થોડો પણ મોળો આવે તો તરતજ પ્રશ્ન કરે કે કેમ હજુ નથી આવ્યો ઓલો…???પરંતુ આવા મીઠા અને લાગણીભર્યા સંબંધો ખાશ હોય છે એકબીજા સાથે હોય ત્યારે મસ્તી અને ઝગડાઓ થતાં હોય છે.

અને જ્યારે સાથે નથી હોતા ત્યારે એકબીજા વગર ચાલતું નથી હોતું. તેવા સમયે ભાઈના જીવનમાં બહેનનું મહત્વ વિજ્ઞાને પણ સાબિત કર્યું છે. તો આવો જોઈએ શું કહે છે વિજ્ઞાન આ વિશે…

ફેમિલી સાયકોલોજીની એક જર્નલના એક અધ્યયન પ્રમાણે ભાઈના જીવનમાં બહેનના હોવાથી તે એક સારો માણસ બને છે. અને એટલેજ એ દરેક ભાઈ લકી છે જેના જીવનમાં બહેન છે. ભહેન હીવાથી ભાઈના વિચારો પણ સકારાત્મક બને છે. અને જીવનમાં ક્યારેય પણ, કોઈ પણ કપરી પારિસ્થિતિમાં ભાઈને એકલતાનો અનુભવ નથી થવા દેતી. આ ઉપરાંત ભાઈને હમેશા મોતીવેટ કરવો તેનો કોન્ફિડન્સ વધારવો અને સેલ્ફ રિસ્પેક્ટ જાળવી રાખવા માટેની પૂરતી કોશિષ કરતી હોય છે.

બ્રિંગહામ યુનિવર્સિટીમાં પણ આ બાબતે અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના પરિણામ સ્વરૂપ એવુજ સામે આવ્યું છે કે બેહેનનું ભાઈના જીવનમાં હોવું એ ભાઈને સમજદાર,લાગણીશીલ અને મહેનતુ બનાવે છે. આ ઉપરાંત એક એવી વાત જાણવા મળી હતી કે ભાઇન હોવાથી ભાઈના વાતચીત કરવાનો અંદાજ પણ સુધરે છે.

જે ભાઈ બહેન સાથે સાથે મોટા થયા હોય છે એ ભાઈનો સ્ત્રી સાથે વાતચીત કરવાનો અંદાજ એકલા સંતાન કે પછી બહેન વગરના ભાઈ કરતાં અનેકગણો સારો હતો. તો આમ ભાઈના જીવનમાં બહેનનું હોવું એ માત્ર એક સંબંધ નથી પરંતુ એકબીજાના પૂરક છે. બહેન હોવાથી ભાઈને સ્ત્રીનું મહત્વ સમજાય છે અને તેના પ્રત્યે સમ્માન થાય છે , અને ભાઈને એક મોરલ સપોર્ટ આપવા એક બહેન તો જોઈએ જ… એટલે જો હવે બહેનના થોડા નખરાં ઉઠાવવા પડે તો ઉઠાવો પણ તેને ક્યારેય દૂ:ખી કે નારાઝ ના કરો.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.