- National
- 'જ્યારે હું ગુજરાતનો નવો CM બન્યો...', PM મોદીએ મંચ પરથી કહ્યું- હું આજે એ અમલમાં મૂકી રહ્યો છું
'જ્યારે હું ગુજરાતનો નવો CM બન્યો...', PM મોદીએ મંચ પરથી કહ્યું- હું આજે એ અમલમાં મૂકી રહ્યો છું

PM નરેન્દ્ર મોદીએ રાજધાની અમરાવતી શહેરના વિકાસ માટે રૂ. 58,000 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સ, રોડ, સંરક્ષણ, રેલ્વે અને ઔદ્યોગિક માળખાગત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને તેમને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ દરમિયાન, PM મોદીએ જણાવ્યું કે, જ્યારે તેઓ ગુજરાતના CM બન્યા ત્યારે તેમણે કયા CM પાસેથી શીખ્યા હતા.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, 'જ્યારે હું ગુજરાતનો નવો નવો CM બન્યો હતો, ત્યારે હું હૈદરાબાદમાં CM ચંદ્રબાબુ નાયડુ દ્વારા લેવામાં આવતા નિર્ણયોને નજીકથી અનુસરી રહ્યો હતો. હું ઘણું બધું શીખ્યો અને આજે મને તેનો અમલ કરવાની તક મળી છે.' PM મોદીએ કહ્યું, 'હું મારા અનુભવથી કહું છું કે ભવિષ્યની ટેકનોલોજી હોય કે કામ ખૂબ મોટા પાયે કરવાની જરૂર હોય અને તેને ઝડપથી અમલમાં મૂકવાની જરૂર હોય, CM ચંદ્રબાબુ નાયડુ તે કામ શ્રેષ્ઠ રીતે કરી શકે છે.'

PM મોદીએ કહ્યું, 'આજે જ્યારે હું અમરાવતીની ભૂમિ પર ઉભો છું, ત્યારે મને ફક્ત એક શહેર જ નહીં પણ એક સ્વપ્ન સાકાર થતું દેખાય છે. એક નવી અમરાવતી અને એક નવું આંધ્ર, અમરાવતી એ ભૂમિ છે જ્યાં પરંપરા અને પ્રગતિ એકસાથે ચાલે છે. આજે, અહીં લગભગ 60,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ફક્ત કોંક્રિટ બાંધકામ જ નહીં પરંતુ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકસિત ભારતની આશાઓનો મજબૂત પાયો પણ છે.'

PM મોદીએ કહ્યું, 'આપણે બધા જાણીએ છીએ કે, ઇન્દ્રલોકની રાજધાનીનું નામ પણ અમરાવતી હતું, પરંતુ હવે અમરાવતી આંધ્રપ્રદેશની રાજધાની છે. આ માત્ર સંયોગ નથી, તે સુવર્ણ આંધ્રના નિર્માણનો શુભ સંકેત પણ છે, સુવર્ણ આંધ્ર વિકસિત ભારતના માર્ગને મજબૂત બનાવશે. અમરાવતી સુવર્ણ આંધ્રના વિઝનને ઉર્જા આપશે.'

PM મોદીએ કહ્યું, 'અમે હંમેશા આપણા ખેડૂતોના કલ્યાણ અને હિતોને પ્રાથમિકતા આપી છે. છેલ્લા 10 વર્ષમાં, કેન્દ્ર સરકારે પોષણક્ષમ ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લગભગ 12 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. PM પાક વીમા યોજના દ્વારા, આંધ્રપ્રદેશના ખેડૂતોને અત્યાર સુધીમાં 5,500 કરોડ રૂપિયાના દાવા મળી ચુક્યા છે. આ ઉપરાંત, PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, આંધ્રપ્રદેશના ખેડૂતોને 17,500 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાયનો લાભ મળ્યો છે.'

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, 'અમરાવતી એક એવું શહેર બનશે જ્યાં આંધ્રપ્રદેશના દરેક યુવાનોના સપના સાકાર થશે. આગામી વર્ષોમાં, અમરાવતી IT, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી, શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવા આ તમામ ક્ષેત્રોમાં અગ્રણી શહેર તરીકે ઉભરી આવશે. કેન્દ્ર સરકાર આ બધા ક્ષેત્રો માટે જરૂરી માળખાગત સુવિધાઓ રેકોર્ડ ગતિએ પૂર્ણ કરવામાં રાજ્ય સરકારને મદદ કરી રહી છે.'
Related Posts
Top News
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Opinion
