નામમાંથી ‘S’ રિમૂવ કરીને લૂંટી લીધા 3.56 લાખ રૂપિયા, ન કરો આ ભૂલ

WHOના રિટાયર્ડ અધિકારી એક અનોખા સ્કેમના શિકાર થઈ ગયા. સાઇબર ક્રિમિનલ્સે સ્કેમની નવી રીત શોધી કાઢી છે. જ્યાં તેમણે ખૂબ સરળતાથી રિટાયર્ડ અધિકારીને 3.56 લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો. અધિકારીએ પોતાના મિત્રની ઇ-મેલ સમજીને તેને રિપ્લાઈ કરી દીધો, ત્યારબાદ તેઓ ઓનલાઇન સ્કેમના શિકાર થઈ ગયા. સાઇબર ઇકોનોમિક્સ અને નાર્કોટિક ક્રાઇમ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં 78 વર્ષીય રિટાયર્ડ અધિકારીએ જણાવ્યું કે, તેમને johnpmeneze@gmail.com અકાઉન્ટથી એક E-mail આવ્યો હતો, જેને તેઓ પોતાના મિત્ર johnpmenezes@gmail.comનું ઈ-મેલ સમજી બેઠા.

બંને નામમાં માત્ર ‘S’નું અંતર છે. નકલી ઈ-મેલમાં તેને કહેવામાં આવ્યું કે તેના મિત્રના દીકરાની વહુએ એક બાળકને જન્મ આપ્યો છે. ત્યારબાદ અધિકારીએ તેને શુભેચ્છા આપી. ત્યારબાદ તેને એ જ ઈ-મેલ આઈડીથી વધુ એક ઈ-મેલ મળ્યું. આ ઈ-મેલમાં કહેવામાં આવ્યું કે, પ્રસાદની લંડનથી ઈન્ડિયા આવનારી ફ્લાઇટ છૂટી ગઈ. સાથે જ તેની પત્નીની પણ તબિયત ખરાબ છે. એવામાં તેને થોડા રૂપિયાની જરૂરિયાત છે, જેથી તેઓ રિટર્ન ફ્લાઇટ બુક કરી શકે. એવામાં રિટાયર અધિકારીએ પોતાના મિત્રની મજબૂરીને સમજતા તેની મદદ કરી દીધી. આ જાણકારી મીડિયા રિપોર્ટ્સથી મળી છે.

ત્યારબાદ રિટાયર્ડ અધિકારીએ 26 જુલાઈથી 31 જુલાઇ વચ્ચે કુલ 3.56 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ રકમ તેમણે કોટક મહિન્દ્રા અકાઉન્ટથી ટ્રાન્સફર કરી હતી. જેનો ઉલ્લેખ તેમણે પોતાની ફરિયાદમાં કર્યો છે. પોલીસ દ્વારા આ કેસ નોંધી લેવામાં આવ્યો અને તપાસ શરૂ કરી દીધી છે. એવો જ એક સ્કેમ હાલમાં મહારાષ્ટ્રના પૂણેથી સામે આવ્યો હતો, જ્યાં એક કંપનીને ઈ-મેલના માધ્યમથી 22 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો.

પૂણે સ્થિત ફર્મે ફ્રાંસ સ્થિત કંપનીને 51 હજાર યૂરોનો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડરને ઈ-મેલના માધ્યમથી સેન્ડ કર્યો. ફ્રાંસ સ્થિત કંપનીએ Pro Forma ઇનવોઇસ મોકલીને ઓર્ડર કન્ફોર્મ કર્યો. તેના થોડા સમય બાદ જ પૂણે સ્થિત ફાર્મને એ ઈ-મેલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું કે તેઓ પોતાના ફ્રાંસ સ્થિત રેગ્યૂલર બેંક અકાઉન્ટ અને સ્વિફ્ટ કોડને એક્સેસ કરી શકતા નથી. તેના કારણે તેમને એક નવા બેંક અકાઉન્ટની માહિતી શેર કરી અને તેમાં પેમેન્ટ કરવા કહ્યું.

ઈ-મેલ પર રીસિવ ડિટેલ્સ પર ભરોસો કરીને એડવાન્સ પેમેન્ટના રૂપમાં 24,589 યુરોનું પેમેન્ટ કરી દીધું. જ્યારે નવો બેંક અકાઉન્ટ નંબર આપનારું ઈમેલ સ્કેમર્સે મોકલ્યું હતું, જેની કોઈ ઓળખ ન મળી. પછી કંપનીએ 22 લાખ રૂપિયા ગુમાવી દીધા છે. તેના માટે સ્કેમર્સે ઈ-મેલના નામમાં Eની જગ્યાએ A કરી દીધું હતું.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.