શરીરની ગંદકી સાફ કરતી 'કેપ્સ્યુલ'ની ખેતી કરતા ખેડૂતો, મળે છે ઊંચી કિંમત

 માનવ અને પશુઓના રોગ દૂર કરવા વપરાય છે તે કાળીજીરીને કાળી કેપ્સ્યુલ તરીકે વિશ્વ આખું ઓખળવા લાગ્યું છે. તે ખરેખર એક કેપ્સ્યુલનું કામ કરે છે. તેથી તેની માંગ રોજ વધી રહી છે. જ્યાં જીરું થઈ શકે ત્યાં કાળીજીરી થઈ શકે છે. ઔષધિય પાકોમાં કાળીજીરીનું વાવેતર કરીને ખેડૂતો મબલખ કમાણી કરી શકે છે. તેનું બજાર કે વેપારી પહેલાં શોધીને પછી જ વાવેતર કરવું. કાળી જીરી ગુજરાતના વિસ્તારમાં નવો પાક છે. ગુજરાતના એક ખેડૂતે પોતાના ખેતરમાં પ્રયોગ કરીને  25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે વાવેતર કરી એવું શોધી કાઢ્યું છે કે પ્રથમ નાના પાયા પર વાવેતર કરવું જોઈએ. પછી વાવેતર વધારી શકાય. ઓછામાં ઓછા એક કિલોના રૂ.100 મળે છે.

કાળીજીરીની ખરીદી ફાર્મસીઓ અને દવા કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વાવેતર કરી શકાય છે

વાંકાનેરના પીપળીયરાજ ગામના ખેડુત અમીનભાઇ આહમદભાઇ કડીવારએ પોતાની બે વીઘા જમીનમાં હળદરના વાવેતરના પાક વચ્ચે કાળીજીરી વાવી હતી. ઓછા ખર્ચે વધું ઉત્પાદન મળે છે. રોગજીવાત ઓછી આવે છે. આ પાકમાં કોઈ ખાસ કીટક નથી. મૂળ સુકારો આવે છે. એક એકરમાં 8 કિલો બી વાવવામાં આવે છે. બે છોડ વચ્ચે 20 સે.મી. થી 30 સે.મી. સુધી બીજ અંતર રખાય છે.

ઘણા ખેડૂતો જૂન-જુલાઇમાં વાવણી થયા પછી તેનો પાક ઓક્ટોબર અને નવેમ્બરમાં તૈયાર થાય છે. હાલમાં કાળીજીરીના કિલોના ભાવ રૂપિયા 230 પર પહોંચી ગયા હતા.

ઉજ્જડ જમીનમાં પણ થઈ શકે છે. હેક્ટર દીઠ 50 કિલો નાઇટ્રોજન 25 કિલો ફોસ્ફરસ અને 20 કિલો પોટાશ પૂરો પાડવા માટે જરૂરી છે. જ્યારે નાઇટ્રોજન અને તમામ ફોસ્ફરસ અને પોટાશનો અડધો જથ્થો ખાતર તરીકે વાવવામાં આવે છે, ત્યારે બાકીનો અડધો ભાગ (25 કિલો) વાવેતર પછી 45 દિવસ આપવો જોઈએ.

કાપણી અને ઉત્પાદન

પાક પીળો લીલો થઈ જાય છે અને છોડ સુકાવા લાગે છે, ત્યારે તે પાકને તૈયાર માનવામાં આવે છે. 3 મહિને પાક તૈયાર થાય છે. એકરમાં 25થી 30 મણ થાય છે. ઘણી જગ્યાએ હેક્ટરે 800થી 1000 કિલો ઉત્પાદન મળે છે. ઠંડા પ્રદેશોમાં 110 દિવસે કાળીજીરી પાકે છે.

પાકિસ્તાનમાં પશુની દવા માટે માંગ

જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં પણ કાળીજીરીની ભારે માંગ છે. જેમાંથી પ્રાણીઓ માટે ઘણી દવાઓ બનાવે છે. સુવાવડી ગાય, ભેંસને એક કીલો બાજરી, એક કીલો ઘઉં, 500 ગ્રામ ગોળ, 250 ગ્રામ તેલ અને સુંઠ, સવા, અસાળીયો, કાળીજીરી અને મેથી દરેક 50 ગ્રામ પ્રમાણે ખેડૂતો આપે છે.

 શરીરની ગંદકી દૂર કરે કાળીજીરી ચૂર્ણ

પા કે અડધી ચમચી લેવા. બાળકોને 5થી 10 દાણા આપવા. શરીરમાં જામેલી બધી ગંદકી કાળીજીરીથી દૂર થાય છે. અથવા નકામી ચરબી, ચામડીની કરચલી, શરીર તેજસ્વી, સ્ફૂર્તિ માટેના ચૂર્ણમાં મેથી 250 ગ્રામ, અજમો 100 ગ્રામ, કાળીજીરી 50 ગ્રામ તમામના દાણા લઈ પીસીને ચૂરણ બનાવવામાં આવે છે. રાત્રે લેવાથી શરીરની ખરાબી 3 મહિનામાં દૂર થાય છે. ઉપરાંત  ગઠિયા રોગ, જુની કબજિયાત, રોગ પ્રતિકારક શક્તિ, લોહી-નલિકાઓ શુદ્ધ, હ્ર્દયની કાર્ય ક્ષમતા,  કોલેસ્ટ્રોલ,  હાડકાની મજબૂતી, કામ કરવાની શક્તિ, સ્મરણ શક્તિ, થાક ન લાગે, શરીર બેડોળ થતું નથી, ચામડીનો રંગ નિખરી આવે છે, ચામડી સુકાઈ જવી, કરચલીઓ પડવી વગેરેના ચામડીના રોગો , ડાયાબિટીસ નિયત્રંણમાં રહે છે.

કાળીજીરીના ફાયદા

ભોટિયા જીરું, સ્યાહી જીરું, થોયા,  કૃષ્ણ જીરું, તિબેટી જીરું પણ કહે છે. કાળીજીરી તીખી, કડવી, પૌષ્ટિક, ઉષ્ણ વીર્ય, કફ, વાત, મન, મસ્તિષ્ક, પેટના કીડા, લોહી સાફ, ખંજવાળ,  ત્વચાના રોગો, પેશાબને લાવે, ગર્ભાશયને સાફ અને સ્વસ્થ રાખે, સફેદ ડાઘ, ઘા, તાવ, નળ ફુલી જવા, તલના તેલ સાથે વાટી ખરજવા લેપ,, શરીર તપેલું રહેતું હોય, જીર્ણજ્વર, આમનું પાચન, હાઈ બ્લડ પ્રેશર, અનિંદ્રા, કિડની, ફૈટી લીવર, આર્થરાઈટીસ, સાંધા, આંતરડાના કૃમી, જીર્ણજ્વર, અશક્તી, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગ્નીની બીમારીમાં ફાયદાકારક છે. મધમાખી, ભમરી, કાનખજુરો, જીવજંતુ કરડે તો લેપ કરવાથી મટે.  

Related Posts

Top News

GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે

નવી કાર અને બાઇક ખરીદનારાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર, PM નરેન્દ્ર મોદીએ...
Tech and Auto 
GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે

BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રિષભ...
Sports 
BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ગવર્નર અને તામિલનાડુના મોટા...
National 
તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું છે...
National 
ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.