- Business
- નોકરીઓમાં થશે હવે વધારો, ઓક્ટોબરમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફાસ્ટલેનમાં!
નોકરીઓમાં થશે હવે વધારો, ઓક્ટોબરમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફાસ્ટલેનમાં!

નવા બિઝનેસ ઓર્ડરના કારણે ઓક્ટોબરમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ગત ત્રણ મહિનામાં ટોપ લેવલ પર રહેવા પામ્યો હતો. તે અંગે ખુલાસો સોમવારે જાહેર કરેલ એક પ્રાઇવેટ સર્વેમાં કરવામાં આવ્યો. નિક્કેઇ માર્કેટ સર્વિસેજ પર ચેકિંગ મેનેજર્સ ઇંડેક્સ ઓક્ટોબરમાં 52.2 પર પહોંચ્યો હતો. જે સપ્ટેમ્બરમાં 50.9 પર હતો. તેના કારણે રોજગારીની નવી તકો ઉભી થવાની ગતિ ગત સાત વર્ષોમાં આ બીજી વખત સૌથી ઝડપી રહી છે. આ પહેલા એપ્રિલમાં જોબ માર્કેટની ગ્રોથ આટલી ઝડપી રહી હતી. ઇંડેક્સ રૂ.50થી વધુ થવાનો મતલબ પોઝિટીવ ગ્રોથ, જ્યારે તેની નીચે નેગેટિવ ગ્રોથ હોય છે.
ઓક્ટોબરે સર્વિસ સેક્ટરમાં સતત પાંચમી વખત પોઝીટીવ ગ્રોથ જોવા મળ્યો હતો. પીએમઆઇ સર્વિસીઝ એક્ટીવીટી ઇન્ડેક્સ 400 કરતા વધુ સર્વિસ પ્રોવાઇડરના પરચેઝિંગ એક્ઝિક્યૂટટીનના સર્વેના આધાર પર તૈયાર કરવામાં આવે છે. આ સર્વિસ પ્રોવાઇડરને પાંચ કેટેગરી કન્ઝ્યુમર સર્વિસીઝ, ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ, ઇંફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન, ફાઇનાન્શીઅલ એન્ડ ઇન્સ્યોરન્સ અને રિઅલ એસ્ટટેટ તેમજ બિઝનેસ સર્વિસમાં વહેંચવામાં આવેલ છે. પાંચમાંથી ત્રણ કેટેગરીની બિઝનેસ એક્ટીવીટીમાં ગ્રોથ જોવા મળેલ છે અને સૌથી વધુ ગ્રોથ ઇંફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશનમાં જોવા મળેલ છે.
નેગેટીવ ગ્રોથનો શિકાર થનાર કેટેગરી ફાઇનાન્શ એન્ડ ઇન્સ્યોરન્સ અને રિઅલ એસ્ટેટ એન્ડ બિઝનેસ સર્વિસીસ કંપનીઓ વાળી રહી. ગત સપ્તાહે આવેલ સર્વે રિપોર્ટમાં ઓક્ટોબરમાં મેન્યુફેક્ચરિંગ એક્ટીવીટી ઝડપી હોવાની વાત માલૂમ પડી હતી. કંપોઝિટ પીએમઆઇ આઉટપૂટ ઇન્ડેક્સ સપ્ટેમ્બરના 51.6થી વધીને 53 પર પહોંચ્યો છે. રિપોર્ટ તૈયાર કરનાર IHS નીપ્રિન્સીપાલ ઇકોનોમીસ્ટ પોલીએના ડિલીમાના જણાવ્યા અનુસાર PMIના સર્વેએ નાણાકીય વર્ષ 2019ના થર્ડ ક્વાર્ટરની શરૂઆતમાં સ્ટ્રોન્ગ ઇકોનોમી ગ્રોથની પોઝિટીવ સમાચાર આપ્યા હતા. બંને ઇન્ડેક્સ પ્રાઇવેટ સેક્ટરમાં સપ્ટેમ્બરના ચાર મહિના લો થી પોઝિટીવ ગ્રોથનો સંકેત આપી રહ્યા છે.
જ્યાં સુંધી મોંઘવારીની વાત છે તો ખર્ચને જોતા ભાવમાં આવેલ વૃધ્ધિનું જોર ઘટ્યું જેને જોતા સેલિંગ પ્રાઇસમાં વૃધ્ધિની ગતિ ધીમી રહી. પોલીએનાના જણાવ્યા અનુસાર, ઓક્ટોબરમાં ખર્ચમાં વૃધ્ધિનું દબાણ તો ઘટ્યું પરંતુ સર્વિસ પ્રોવાઇડર્સ ખાસ કરીને ફૂડ અને ફ્યૂલ કોસ્ટમાં વૃધ્ધિ થવાની વાત કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે ભારતીયોમાં વૃધ્ધિને જોતા કંપનીઓનો ખર્ચ વધ્યો છે દબાણ તો ઘટ્યું છે પણ સર્વિસ પ્રોવાઇડર્સ ખાસ કરીને ફૂડ અને ફ્યૂઅલ કોસ્ટમાં વૃધ્ધિ થવાની વાત કરી રહ્યા છે. વધતી અનિશ્ચિતતા વચ્ચે કંપનીઓ ઘણી સાવધાની રાખી રહી છે. ગ્રોથ સ્થાયી થવા અને રાજનીતીક ચિંતાઓ તેની પર દબાણ બનાવી રહી છે.
Related Posts
Top News
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...
Opinion
