વસ્તી ગણતરી અટકી પડી, જાણો ગુજરાતમાં 2021માં કેટલી વસ્તી હોવાનો અંદાજ મૂકાયો છે

ભારતમાં 2021ની વસતી ગણતરીનું કામ એપ્રિલ 2020માં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શક્યું નથીએટલું જ નહીં વસતી ગણતરી નિયામકે નવી તારીખ પણ જાહેર કરી નથી તેથી આ કાર્યક્રમ અનિશ્ચિતતા ભણી જઇ રહ્યો છે. એક વર્ષ સુધી ચાલે તેટલી આ લાંબી પ્રોસેસ છે પરંતુ આખરે વિલંબ સાથે પણ તેને પૂરી કરવાની હોય છે.

વસતી ગણતરીના એક અધિકારીએ કહ્યું હતું કે કુદરતી આપત્તિ કે આવશ્યક સંજોગોમાં વસતી ગણતરીનું કામ મુલત્વી રહે છે પરંતુ કાર્યક્રમ વિલંબથી શરૂ થતો હોય છે. ભારતમાં વસતી ગણતરીનું કામ 1972થી થાય છે. આઝાદી પછીની આ આઠમી વસતી ગણતરી છે. કોરોના પહેલાં એટલે કે જાન્યુઆરીમાં એવું નક્કી થયું હતું કે ગુજરાતમાં વસતી ગણતરીનો કાર્યક્રમ એપ્રિલ મહિનામાં શરૂ થવાનો હતો અને સપ્ટેમ્બર સુધી ચાલવાનો હતો.

રાજ્યના 33 જિલ્લા અને 251 તાલુકાઓમાં આ કાર્યક્રમ શરૂ થવાનો હતો. ગુજરાતમાં પહેલીવાર મોબાઇલ એપ્લિકેશનની મદદથી વસતી ગણતરી થવાની હતી પરંતુ કોરોના સંક્રમણના સમયે વસતી ગણતરી કરનારા શિક્ષકો કે કર્મચારીઓ લોકોના ઘરે જઇ શકતા નથી તેથી હજી આ કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો છે.

ભારતની વસતી ગણતરી દુનિયામાં સૌથી મોટી કવાયત છે. પ્રત્યેક દસ વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે. અગાઉના વર્ષોમાં પુરમહામારી, પ્રાકૃતિક આપદારાજકીય અશાંતિ જેવા અનેક કારણો સામે હતા છતાં વસતી ગણતરીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ વર્ષે હજી નવા કાર્યક્રમના કોઇ ઠેકાંણા નથી.

વસતી ગણતરીના પહેલા ચરણમાં ઘરયાદીની સાથે રાષ્ટ્રીય જનસંખ્યા પત્રકને અધ્યતન કરવાનું કામ થવાનું છે. વસતી ગણતરી 2021ના કાર્યક્ષેત્રમાં સીએમએમએસ પોર્ટલનો ઉપયોગ થવાનો હતો કે જેથી વસતી ગણતરીના આંકડાના પરિણામોને જાહેર જનતા સમક્ષ મૂકી શકાય.

ગુજરાતમા આયોજીત વસતી ગણતરીની પ્રશિક્ષણ શિબિર ગયા વર્ષના નવેમ્બરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ભારતની સાથે ગુજરાતમાં છેલ્લી વસતી ગણતરી 2011માં કરવામાં આવી હતી જેમાં ગુજરાતની વસતી 6.11 કરોડ હતી જેમાં 2021ની વસતી ગણતરીના પ્રોજેક્શનમાં 11 ટકાનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. એટલે કે 2021માં ગુજરાતની વસતી 6.78 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવે ભારતનું વસતી ગણતરી એકમ નવી તારીખો જાહેર કરી શકે છે.

 
 
 

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.