નવા લાઈસન્સ માટે નહીં પડે મુશ્કેલી, ટ્રાન્સપોર્ટ વિભાગે લીધો મોટો નિર્ણય

PC: youtube.com

જે લોકો પાસે લાઇસન્સ નથી અને તેઓ નવું લાઇસન્સ કઢાવવા ઈચ્છે તો તેમના માટે ખૂશીના સમાચાર છે. રાજ્યના સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર હવે કોઈ પણ જિલ્લાનો વ્યક્તિ કોઈ પણ RTOમાંથી લાઇસન્સ કાઢવી શકશે. તેને લાઇસન્સ કઢાવવા માટે મૂળ વતન ધક્કા નહીં ખાવા પડે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવતા લાઈસન્સ કઢાવવાની પ્રક્રિયામાં વેડફાટ થતો વાહન ચાલકોનો સમય બચશે અને વાહન ચાલકોને લાઈસન્સ કઢાવવા માટે ધક્કા નહીં ખાવા પડે. જો કે, પહેલા એવો નિયમ હતો કે, વાહન ચાલક મૂળ જે જિલ્લાનો હોય અને તેના પૂરાવાઓ જે જગ્યા પરના હોય તે જગ્યા જે RTOના હદ વિસ્તારમાં આવે ત્યાં વાહન ચાલકને લાઈસન્સ કઢાવવા માટે ધક્કાઓ ખાવા પડતા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા બે મહિના પહેલા એક આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અરજદાર રાજ્યના કોઈ પણ જિલ્લાની RTO કચેરી પર લાઈસન્સ રીન્યુ કરાવવાની સાથેસાથે નામમાં પણ ફેરફાર કરાવી શકશે. જોકે, વાહન ચાલક પોતાની જન્મ તારીખ, લાઈસન્સ ઈશ્યૂ તારીખ અને લાઇસન્સ નંબર નહીં બદલાવી શકે. આ નિયમ લાગુ થવાથી વાહન ચાલકોને મોટી રાહત મળી હતી. કારણ કે, પહેલા વાહન ચાલકે લાઈસન્સ જે જિલ્લાની RTO કચેરીમાંથી લીધું હોય. તેને રીન્યુ કરાવવા માટે તે જ RTO કચેરી પર જવું પડતું હતું. જેના કારણે વાહન ચાલકોએ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વાહન ચાલક જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં રહેવા ગયો હોય તો પણ તેણે પહેલાના જિલ્લામાં જ લાઇસન્સ રીન્યુ કરાવવા માટે ધક્કા ખાવા પડતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp