- Gujarat
- નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ
નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ
થોડા સમય અગાઉ સરકાર દ્વારા IPS અધિકારીઓ IAS અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવતા 145 જેટલા નાયબ મામલતદાર અને 207 જેટલા રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેરબદલીના આદેશ કરવામાં આવ્યા છે.
સરકારી હુકમમાં બદલી પામેલા કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે. જે કર્મચારીઓના નામ આ યાદીમાં છે, તેમણે કોઈપણ જાતના વિલંબ કર્યા વગર નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની નવી ફરજના સ્થળે હાજર થવાનું રહેશે. આ બાબતે હવે કોઈ પણ પ્રકારની બેદરકારી કે બહાનાબાજી ચલાવી લેવામાં આવશે નહીં.
સરકારી હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ફેરબદલીઓ વહીવટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને સંબંધીત કર્મચારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં નવા જિલ્લાઓમાં હાજર થવાનું રહેશે. સાથે જ ફેરબદલી પામનાર કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની રજૂઆત કે અપીલ માન્ય રહેશે નહીં. એટલે કે, હવે બદલી રદ કરાવવા કે સ્થળ બદલવા માટેની કોઈ પણ અરજી કે ભલામણ ધ્યાને લેવાશે નહીં, તેથી કર્મચારીઓએ આદેશનું પાલન કરવું ફરજિયાત છે.
આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટર (Collector) કચેરીઓને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે.
કલેક્ટરોએ બદલી થયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવાની અને જે તે જિલ્લામાં નવા હાજર થતા કર્મચારીઓની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જેથી પ્રજાલક્ષી મહેસૂલી કામગીરી અટકે નહીં. બદલી પામેલા તમામ કર્મચારીઓની વિગતવાર યાદી જે-તે જિલ્લા કલેક્ટર કચેરી અને મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

