અમદાવાદમાં 100 જગ્યાએ કાર બેટરી ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે

EESL અને AMCએ અમદાવાદમાં ઇલેક્ટ્રીક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરવા માટે ભાગીદારી કરી છે. ભારત સરકારની એનર્જી એફિસિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) દ્વારા અમદાવાદમાં 100 જગ્યાએ બેટરી ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 10 વર્ષ માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ (ઇવી) માટે માળખું તૈયાર કરશે.

5 જૂન 2019ના દિવસે અમપા સાથે આવેદન પત્ર પર સહી કરી હતી. ઇ-મોબિલિટીનો સ્વીકાર કરી અમદાવાદમાં 100 જેટલા જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપી શકે અને એએમસીના વિસ્તારોમાં ભાડા અને ખરીદીને આધારે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહિત કરી શકે. ઇ-કારના ચાર્જિંગ માટે, 286 એસી અને 142 ડીસી ચાર્જરની પણ સ્થાપના કરવી જરૂરી છે.

ભારત સરકારના રાષ્ટ્રિય ઇમોબિલિટી મિશન હેઠળ ઈ ચાર્જીંગ માટે રોકાણ EESL દ્વારા કરવામાં આવશે. ઇવીના કારણે વર્ષે કાર દીઠ 4.46 ટનથી પણ વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થશે. 100 સ્ટેશન સ્થપાતા અને વાહનો વધતા હવાનું પ્રદૂષણ ઘટશે. તેથી પ્રદૂષણના કારણે મૃત્યુ પામતાં હજારો લોકોને બચાવી શકાશે.

ભારતમાં ઘણા રાજ્યોએ ઈવી માટે નીતિ જાહેર કરી છે. પણ ગુજરાતની રૂપાણી સરકારે કોઈ નીતિ બનાવી નથી. ગુજરાત સરકાર હવે ઇલેક્ટ્રિક વ્હિકલ (ઇવી)ના ઉપયોગને રાજ્યમાં પ્રોત્સાહિત કરવાની નીતિ બનાવશે. ઇવી પ્રોગ્રામ હેઠળ 10,000 ઇ-કારના ઉત્પાદન માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આજની તારીખ સુધીમાં દેશમાં 1408 ઇ-કાર બહાર આવી ગઈ છે. નોંધણી અને ફાળવણીની પ્રક્રિયા ચાલી રહી છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.