પાટીદાર અનામત અને હાર્દિક પટેલના આંદોલન અંગે શું કહ્યું વરુણ પટેલે?

સુરતમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા વરુણ પટેલે Khabarchhe.comની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વરુણ પટેલે વર્તમાન સ્થિતિ અને પાટીદાર અનામતને લઈ વાતચીત કરી હતી.

વરુણ પટેલે જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઓછી સીટ મળી છે.જનાદેશવો સ્વીકાર કરીએ છીએ પણ સાથો સાથ ભાજપનો વોટ શેર વધ્યો છે અને ભાજપ વધુ મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે. હાલ ભાજપમાં ચાલી રહેલા રિસામણા-મનામણાને લઈ તેમણે જણાવ્યું કે ભાજપમાં એક પરિવારની ભાવના છે. કોંગ્રેસમાં યુવરાજ કહે છે તેમ થાય છે. જયાં પરિવારની ભાવના હોય ત્યાં જ રિસામણા-મનામણા થતા હોય છે.

તેમણે જણાવ્યું કે ઘરમાં પણ રિસામણા-મનામણા થતા હોય છે. ભાજપમાં અભૂતપીર્મ પ્રેમ છે. દરેક ધારસ, મં6 અને પાયના કાર્યકરોની લાગણી પણ સમજાય છે. ભારતની બીજા નંબરની ભાજપ એવી પાર્ટી છે કે જેણે છઠ્ઠીવાર જનાદેશ મળ્યો છે. હિમાચલમાં વિજય થયો અને વધુ એક રાજ્યનો ઉમેરો થયો છે. ગુજરાતમાં વોટ શેર વધ્યો છે. જાતિવાદમાં ટેમ્પેરરી લોકો ભ્રમિત થાય પણ હવે લોકો એમાંથી બહાર આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે ભાજપને 22 વર્ષ થયા. હવે ભાજપ પરિવકવ છે. યુવા અવસ્થાએ પહોંચ્યો છે. ગુજરાતને યુવા શાસન મળશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે વર્ગ –વિગ્રહ થઈ રહ્યો છે તેમાં વાંદરાઓ દારુ પીને આવ્યા છે. અમૂકત તત્વોને સસ્તી પ્રસિધ્ધિ મેળવી ગુજરાત અને દેશની રાજનીતિ પર નિષ્ફળ અન્ વ્યર્ત પ્રયત્નો કરી રહ્યા છે બાકી વાંદરાનો નશો બે-ચાર દિવસનો રહેશે અને એ ઉતરી જશે.

તેમણે કહ્યું કે પરિવાર હોય એમાં બટેટાનું શાક એકને નહી પણ ગમે અને બીજાને ગમે. પરિવારમાં ભાવના હોય તો રિસામણા-મનામણા ચાલે છે. કોંગ્રેસમાં જનતા અને કાર્યકરોના અવાજની કોઈ વેલ્યુ નથી. જનતાનો જવાબ આપવાની પ્રલાણિ કોંગ્રેસમાં છે જ નહી. રાહુલ ગાંધી કોંગ્રેસ મૂક્ત ભારત અને નરેન્દ્ર મોદી પણ કોંગ્રેસ મૂક્ત ભારત માટે કોશીશ કરી રહ્યા છે. બન્નેના કામો એક જ છે. કોંગ્રેસવાળા શપથવિધિના કપડા સીવડાવે છે અને લગ્નમાં જ વપરાય છે.

તેમણે કહ્યું કે પાટીદાર અનામત અંગે કહ્યુંકે શહીદોને વળતર આપી દેવામાં આવ્યું છે. દોષીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા એસઆઈટીની રચના કરવામાં આવી છે. રહી અનામતની વાત તો ભાજપે ઈબીસી હેઠળ પાટીદાર સમાજને આવરી લીધો છે. સુપ્રિમ કોર્ટની લાર્જર બેન્ચમાં કેસ ચાલી રહ્યો છે. પ્રાર્થના કરીએ કે સારા પરિણામ આવે અને જો ન પણ આવે તો ટેકનિક્લ પાસાઓનો અભ્યાસ કરી કાર્યવાહી કરીશું.

હાર્દિક પર આડકતરી રીતે પ્રહાર કરતા વરુણ પટેલે કહ્યું કે આ લોકો બધા અસ્તિત્વ બચાવવાના હવાતીયા છે. તેઓ ઈવીએમ ના નેતા છે, ખેડુતોના છે કે પાટીદારોના છે. પોતાની દુકાન ચલાવવા આ તૂત કરી રહ્યા છે. તેઓ ફોર્ચ્યુનરમાં ફરે છે. વૈભવી લાઈફ જીવે છે. ફરી પાછા બાઈક પર ન આવી જાય અને બાઈકમાં પેટ્રોલ ભરવાના રૂપિયા ઉઘરાવતા ન થઈ જાય તેના માટે હવાતીયા મારી રહ્યા છે. તેમને પાટીદાર સમાજની કાંઈ પડી નથી. પાસ જેવી સમિતિ જ રહી નથી. 

વરુણ પટેલે ભારપૂર્વક કહ્યું કે તેમને કહેવા માંગું છું કે આખા ગુજરાતની શાંતિ સાથે ચેડા ન કરો.પાટીદાર સમાજની લાગણી સાથે ચેડા ન કરો. પાટીદાર સમાજની લાગણીનો વેપાર ન કરો. અંગત સ્વાર્થ માટે સમજુ, શાંત અને બુધ્ધિશાળી પાટીદાર સમાજ સાથે ચેડા ન કરો. જો આવું કરતા રહ્યા તો પાટીદાર સમાજ તેમને ક્યારેય માફ કરશે નહી.

તેમણે અનામત આંદોલન પાટીદાર સમાજે શરૂ કર્યું હતું. સમાજ લાગણી અને આક્રોશમાં આવી ગયો હતો. પાટીદાર સમાજ કે ગુજરાતની જનતાએ જે કંઈ પણ જનાદેશ આપ્યો તેનો સ્વીકાર કરીએ છીએ. અને કોઈ પ્રશ્નોના કારણે મતદાર અળગા રહી ગયા છે તેમને ભાજપની સાથે જોડીશું. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપ વધુ શક્તિશાળી બનશે.પાટીદાર સમાજનું સમાજે શરૂ કર્યું અને રાજકી રંગ આવ્યો તો લાખો વિરોધો વચ્ચે એ પાપામાંથી નીકળી ગયો અને મારા પછી અન્ય લોકો પણ નીકળી ગયા. હાર્દિક ક્યાંય છે જ નહી. પાસ સમિતિ જેવું રહ્યું જ નથી.

વરુણ પટેલે કહ્યું કે જાતિવાદી અને કટ્ટરવાદી લોકોની વાતોમાં આવી ન જતા અને લાગણીને ઉશ્કેરે તેનાથી દુર રહી ગુજરાતની ઉન્નતી અને વિકાસની દિશામાં આગળ વધીએ તે માટે અપીલ કરું છું.

(સૈયદ શકીલ)

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.