શું છે MSP પર સ્વામીનાથનનો C2+50 ટકા ફોર્મ્યૂલા,જેને લઇને ખેડૂતો દિલ્હી પહોંચ્યા

લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) પર ખરીદીની ગેરંટીનો કાયદો બનાવવા સહિત 12 સૂત્રીય માંગોના સમર્થનમાં દિલ્હી જઇ રહેલા પંજાબના ખેડૂતોના કારણે ઉત્તર ભારતમાં હાહાકાર મચ્યો છે. પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર રાજ્યો તરફ જતા રસ્તાઓ પર અવર-જવર ઠપ્પ થઈ ગઈ છે. હરિયાણા અને દિલ્હી પોલીસે આંદોલનકારી ખેડૂતોને રોકવા માટે ઘણી જગ્યાએ સીમાઓ સીલ કરી દીધી છે. આ પહેલી વખત થયું નથી, જ્યારે ખેડૂતોના ગુસ્સાનું પરિણામ લોકોને ભોગવવું પડી રહ્યું છે.

વર્ષ 2020માં પણ ખેડૂત આ પ્રકારનું આંદોલન કરી ચૂક્યા છે. આ અગાઉ ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં પણ ખેડૂત આંદોલન કરી ચૂક્યા છે. આંદોલનરત ખેડૂત એમ.એસ. સ્વામીનાથન આયોગની MSP પર કરવામાં આવેલી ભલામણો લાગૂ કરવાની માગ કરી રહ્યા છે.

શું છે સ્વામીનાથન આયોગ અને તેની ભલામણો:

નવેમ્બર 2004માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે ખેડૂતોની સમસ્યાઓના અભ્યાસ માટે પ્રસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં એક આયોગની રચના કરી હતી. તેને 'નેશનલ કમિશન ઓફ ફાર્મર્સ' કહેવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2004 થી ઑક્ટોબર 2006 સુધી આ કમિટીએ સરકારને 6 રિપોર્ટ સોંપ્યા. તેમા ઘણી ભલામણો કરવામાં આવી હતી.

MSP પર શું હતું C2+50 ટકા ફૉર્મ્યૂલા?

સ્વામીનાથન આયોગે પોતાની ભલામણોમાં ખેડૂતોની આવક વધારવા માટે તેમના પાકના ખર્ચના 50 ટકા વધુ આપવાની ભલામણ કરી હતી. તેને C2+50 ટકા ફોર્મ્યૂલા કહેવામાં આવે છે. આંદોલનકારી ખેડૂત આ ફૉર્મ્યૂલાના આધાર પર MSP ગેરંટી કાયદો લાગૂ કરવાની માગ કરી રહી છે. સ્વામીનાથન આયોગે આ ફૉર્મ્યૂલાની ગણતરી કરવા માટે પાકના ખર્ચને 3 હિસ્સા એટલે કે A2, A2+FL અને C2માં વહેચવામાં આવ્યો હતો. A2 ખર્ચમાં પાકનું ઉત્પાદન કરવામાં બધા રોકડ ખર્ચને સામેલ કરવામાં આવે છે.

તેમાં ખાતર, બીજ, પાણી, રસાયણથી લઈને મજૂરી વગેરે બધો ખર્ચ જોડવામાં આવે છે. A2+FL કેટેગરીમાં કુલ પાકના ખર્ચ સાથે સાથે ખેડૂત પરિવારની મહેનતની અંદાજિત ખર્ચ પણ જોડવામાં આવે છે, જ્યારે C2માં રોકડ અને ગેર રોકડ ખર્ચ સિવાય, જમીનની લીજ રેન્ટ અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ પર લાગતા વ્યાજને પણ સામેલ કરવામાં આવે છે. સ્વામીનાથન આયોગે C2ના ખર્ચને દોઢ ગણો એટલે કે C2 ખર્ચ સાથે તેનો 50 ટકા ખર્ચ જોડીને MSP આપવાની ભલામણ કરી હતી.

Related Posts

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.