- Politics
- ‘હું SIR ફોર્મ નહીં ભરું..’ ધારાસભ્ય પલ્લવી પટેલની જાહેરાત; કારણ પણ જણાવ્યું
‘હું SIR ફોર્મ નહીં ભરું..’ ધારાસભ્ય પલ્લવી પટેલની જાહેરાત; કારણ પણ જણાવ્યું
ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યોમાં મતદાર યાદીઓની SIR પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન અપના દળ (કામેરાવાદી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સિરાથુ વિધાનસભાના ધારાસભ્ય પલ્લવી પટેલે મતદાર યાદીના SIRનો વિરોધ કર્યો છે. શુક્રવારે પલ્લવી પટેલે એક મોટી જાહેરાત કરી હતી કે, ‘હું SIR ફોર્મ નહીં ભરું.’
ગોંડામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘હું SIR ફોર્મ નહીં ભરું અને SIR પ્રક્રિયાનો વિરોધ કરું છું. મારે SIR ફોર્મ કેમ ભરવું જોઈએ? મારી પાસે બધા દસ્તાવેજો છે. હું ભારતીય નાગરિક છું, મારે SIR ફોર્મ કેમ ભરવું જોઈએ? હું આખી જિંદગી મતદાન કરતી રહી છું, તો હવે SIR ફોર્મ કેમ ભરું?’
પ્રેસ સાથે વાત કરતા સિરાથૂના ધારાસભ્ય પલ્લવી પટેલે SIR અંગે મતદારોને અપીલ કરી છે કે, ‘જો તમે SIR સમજણમાં આવે તોભરો; નહીં તો ના ભરતા. જેમ મહિલા અનામત કાગળ પર રહ્યું, એવી જ રીતે SIR પણ જમીન પર નહીં ઉતરે.
પલ્લવી પટેલે કહ્યું કે, ‘મેં ફોર્મ ભર્યું નથી, એટલે શું ચૂંટણીથી વંચિત? મારી પાસે મતદાનના બધા માન્ય દસ્તાવેજો છે અને મને SIR દસ્તાવેજોની જરૂર નથી. મારું નામ કાપ્યું તો કયા આધારે કાપ્યું? પલ્લવી પટેલે SIRને સરકારી જુમલો ગણાવ્યો અને કહ્યું કે તે SIR દ્વારા લોકશાહી પર હુમલો છે.
પલ્લવી પટેલે કહ્યું કે SIR પર વિપક્ષ એટલે હુમલાવર છે કારણ કે તેઓ તેમની નિયત પર શંકા છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે, જે રાજ્યમાં વધુ બેઠકો ઇચ્છે છે, ત્યાં SIR કરવવામાં આવી રહ્યું છે. SIRના કાર્યમાં રોકાયેલા BLO પર દબાણ અમાનવીય છે. CM યોગીના ડિટેન્શન સેન્ટર બનાવવાના આદેશ અંગે પલ્લવી પટેલે કહ્યું કે, ‘ડિટેન્શન સેન્ટર બનાવી રહ્યા છે, તો તેનો આધાર શું હશે? અને ત્યારબાદ પ્લાન B શું હશે?’

