રિન્કુ સિંહ અને MP પ્રિયા સરોજના લગ્ન સ્થગિત, સામે આવ્યું આ કારણ

ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી પાર્ટી (SP)ના યુવા સાંસદ પ્રિયા સરોજના લગ્ન, જે પહેલા 19 નવેમ્બર 2025ના રોજ નક્કી માનવમાં આવી રહ્યા હતા, તેની તારીખ હવે આગળ વધારી દેવામાં આવી છે. બંનેની વ્યસ્તતાઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં લખનૌમાં, બંનેએ પરિવાર અને રાજનીતિક હસ્તિઓની ઉપસ્થિતિમમાં સગાઈ કરી હતી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, એક્ટ્રેસ અને રાજ્યસભાના સાંસદ જયા બચ્ચન અને ક્રિકેટર ભુવનેશ્વર કુમાર જેવી ઘણી પ્રતિષ્ઠિત હસ્તિઓ આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી. બંનેએ આ ખાસ અવસરની તસવીરો પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી હતી.

Rinku-Singh-Priya-Saroj1
aajtak.in

 

મીડિયા રિપોર્ટ મુજબ, પરિવાર તરફથી મળેલી માહિતી મુજબ, અગાઉ લગ્ન સમારોહ માટે વારાણસીની તાજ હોટેલને 19 નવેમ્બરની તારીખ માટે  બુક કરી લેવામાં આવી હતી, પરંતુ રિન્કુ સિંહની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સાથે સંભવિત વ્યસ્તતાને જોતા લગ્નની તારીખ આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ લગ્ન ફેબ્રુઆરી 2026માં આયોજિત કરી શકાય છે, જો કે ચોક્કસ તારીખની હજુ સુધી પુષ્ટિ થવાની બાકી છે.

8 જૂનના રોજ સગાઈ સમારોહ બાદ રિન્કુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, ‘આ દિવસ ઘણા સમયથી અમારા દિલમાં હતો. લગભગ 3 વર્ષ અને ઇંતજાર દરેક પળ માટે લાયક હતી. સગાઈ, પૂરા દિલથી અને હંમેશાં માટે.  રિન્કુ સિંહ હાલમાં જ સમાપ્ત થયેલી ઇન્ડિયન પ્રીમિયર (IPL) 2025માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે રમ્યો હતો અને ભારતીય ક્રિકેટમાં પોતાની શાનદાર ઓળખ બનાવી ચૂક્યો છે.

Rinku-Singh-Priya-Saroj
abplive.com

 

તો પ્રિયા સરોજ 2024ની લોકસભા ચૂંટણીમાં મછલીશહર સીટ પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીતીને સંસદમાં પહોંચ્યા છે. તેઓ વારાણસી જિલ્લાના કરખિયાવ ગામના રહેવાસી છે અને લાંબા સમયથી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના પિતાના પ્રચાર દરમિયાન તેઓ પહેલી વખત ચર્ચામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-07-2026 દિવસ: રવિવાર મેષ: આરોગ્યની કાળજી લેવી, આર્થિક બાબતોને બગડતી અટકાવી શકશો, સ્નેહીથી મિલન થાય. વૃષભ: વ્યવાસાયિક કાર્યક્ષેત્રમાં નવીન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા પોતાના ઘણા મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. તેનું કારણ...
Sports 
બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પાંડુઆમાં સ્થિત 650 વર્ષ જૂની ઐતિહાસિક 'આદિના મસ્જિદ' અંગે એક નવો વિવાદ ઉભો થયો...
National 
650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ પશુપાલન અને...
National 
પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો
Copyright (c) Khabarchhe All Rights Reserved.