- Politics
- ‘તેઓ ખૂબ જ ડરપોક છે અને મજબૂત નેતાઓને આગળ...’, કોંગ્રેસના પૂર્વ નેતા શકીલ અહમદે રાહુલ ગાંધી પર ગુસ્સ...
‘તેઓ ખૂબ જ ડરપોક છે અને મજબૂત નેતાઓને આગળ...’, કોંગ્રેસના પૂર્વ નેતા શકીલ અહમદે રાહુલ ગાંધી પર ગુસ્સો ઠાલવ્યો
કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને એક એવા નેતા ગણાવ્યા છે જે મજબૂત કોંગ્રેસ નેતાઓની હાજરીમાં અસુરક્ષિત અનુભવે છે. ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યૂમાં શકીલ અહમદે કહ્યું હતું કે, ‘કોંગ્રેસમાં જે પણ નેતા ઉચ્ચ હોદ્દા પર છે, તે બહારથી આવ્યા છે. રાહુલ ગાંધીએ જાણી જોઈને આવું કર્યું છે, જેથી જ્યારે પણ તેમને જોખમ અનુભવાય ત્યારે તેમને હાંકી કાઢે. મૂળ કોંગ્રેસી સાથે આવું કરવું મુશ્કેલ છે.
શકીલ અહમદે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી એક ડરપોક અને અસુરક્ષિત નેતા છે. તેઓ પાર્ટીમાં મજબૂત કોંગ્રેસી નેતાઓ ઇચ્છતા નથી, પરંતુ એવા લોકો ઇચ્છે છે જેમને સરળતાથી હાંકી કઢાય. તેઓ માત્ર એવા યુવા નેતાઓને આગળ વધારી રહ્યા છે જેઓ તેમના ગુણગાન ગાતા હોય અને જમીની સ્તરની સમજણનો અભાવ હોય. શકીલ અહમદે કહ્યું કે, ‘અસુરક્ષિત’ને હિન્દીમાં ‘ડરપોક’ કહીશું, આ શબ્દો બોલતા સારું લાગતું નથી, પરંતુ કહેવું તો પડશે, કારણ કે મને તેમની બાબતે એવું જ લાગે છે.’
https://twitter.com/amitmalviya/status/2015018406634979743?s=20
શકીલ અહમદ કોંગ્રેસના અનુભવી નેતા રહ્યા છે. તેમણે કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ મહાસચિવ જેવા મહત્ત્વપૂર્ણ પદો સંભાળ્યા છે. તેમણે 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. શકીલ અહમદ 3 વખત ધારાસભ્ય અને બિહારથી 2 વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમણે SIR મુદ્દા પર રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું કે તેમનો મુદ્દો પૂરી રીતે ફેઇલ થઈ ચૂક્યો છે અને મુસ્લિમ સમુદાય પણ રાહુલ ગાંધીના આરોપો સાથે સહમત નથી.’
https://twitter.com/amitmalviya/status/2015021122484670960?s=20
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઘણા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમો સાથે ફોટો પડાવતા ડરે છે કારણ કે તેમને હિન્દુ વોટ બેંક ગુમાવવાનો ડર રહે છે. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર પર ટિપ્પણી કરતા શકીલ અહમદે કહ્યું કે, ‘જો કોચ પોતે બેટિંગ કરવાનું શરૂ કરી દેશે, તો ટીમ સારી બેટિંગ નહીં કરી શકે.’
શકીલ અહમદના આ નિવેદનો બાદ, ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસની અંદરની વાસ્તવિકતા હવે જાહેર થઈ રહી છે, અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમની જ પાર્ટીના નેતા સવાલ ઉઠાવી રહ્યા છે. શકીલ અહેમદના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસની અંદરનું સત્ય હવે ખૂલીને સામે આવી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદે રાહુલ ગાંધીને અસુરક્ષિત નેતા ગણાવ્યા છે. તેમણે તેમને કાયર ગણાવ્યા અને કહ્યું કે રાહુલ કોંગ્રેસના મજબૂત નેતાઓને પસંદ કરતા નથી. શકીલ અહમદના મતે, જે નેતાઓ પોતાની વિચારસરણી અને જમીન સાથેના જોડાણને કારણે પાર્ટીમાં મજબૂત હોય છે તેઓ રાહુલ ગાંધીને અસ્વસ્થ કરે છે.’

માલવિયાએ કહ્યું કે, ‘આ જ કારણ છે કે કોંગ્રેસ સતત પોતાના નેતાઓને નબળા કરે છે અને પાયાના નેતૃત્વને આગળ વધવા દીધું નથી. આ નિવેદન માત્ર એક વ્યક્તિનું મંતવ્ય નથી, પરંતુ વર્ષોથી કોંગ્રેસમાં ચાલી રહેલા નેતૃત્વ સંકટ અને અસહિષ્ણુતાનો સ્પષ્ટ સંકેત છે.’

