- Russia-Ukraine Conflict
- રેલવે સ્ટેશન પર ભારતીય વિદ્યાર્થીઓ પાસે 100-100 ડોલર પડાવાતા હતા
રેલવે સ્ટેશન પર ભારતીય વિદ્યાર્થીઓ પાસે 100-100 ડોલર પડાવાતા હતા
યુક્રેનમાંથી બચીને ભારત પરત આવેલા રીધમે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, ખારકીવથી રશિયન બોર્ડર માત્ર 50 કિલોમીટર દુર છે. 24 ફેબ્રુઆરીએ સવારે અમે જમવાનુ બનાવી રહ્યા હતા અને બોમ્બ ધડાકાના અવાજ સંભળાયા હતા. એ પછી અમે નજર સામે ધડાકા થતા અને ધુમાડા ઉઠતા જોયા હતા. 24 ફેબ્રુઆરી બાદ યુદ્ધ વધારે ભીષણ બન્યુ હોવાથી અને ખારકીવથી મેં અને મારી સાથે ભણતા બીજા ચાર વિદ્યાર્થીઓએ કોઈ પણ સંજોગોમાં ખારકીવ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો.
27 ફેબ્રુઆરીએ રશિયન આર્મી ખારકીવમાં એન્ટર પણ થઈ ચુકી હતી. 28 ફેબ્રુઆરીએ અમે રેલવે સ્ટેશન જવા માટે ટેક્સી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ટેક્સી નહીં મળતા ચાલતા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેનું કહેવુ હતુ કે, રેલવે સ્ટેશન પર ભારતીય વિદ્યાર્થીઓની ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી હતી. વિદ્યાર્થીઓ 100 ડોલર આપે તો જ તેમને સ્ટેશનમાં એન્ટ્રી મળતી હતી. અમે રેલવે સ્ટેશનની ફરતેની 10 ફૂટ લાંબી દિવાલ કુદીને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા અને લીવ જતી ટ્રેન પકડી હતી.
ટ્રેનમાં ભીડ એટલી હતી કે, દરેક સીટ પર પાંચ-પાંચ લોકોને બેસવુ પડતુ હતુ. અમે ખારકીવ છોડયુ એ પછી ખબર પડી હતી કે, રેલવે સ્ટેશન પર ટ્રેનોમાં ભારતીય વિદ્યાર્થીઓને બેસવા દેવાતા નથી અને યુક્રેનના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. રીધમના કહેવા પ્રમાલે લીવ પહોંચ્યા બાદ ત્યાંથી હંગેરી બોર્ડર ક્રોસ કરી હતી અને ભારત સરકારે ત્યાં બીજી વ્યવસ્થા કરી હતી.

