4 બોલમાં 4 વિકેટ,આ ખેલાડી વર્લ્ડ કપમાં ધૂમ મચાવશે,આયર્લેન્ડ ટીમ જાહેર, ગુજરાત..

On

આયર્લેન્ડે પણ T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. IPL સ્ટાર જોશ લિટલને પણ આયરલેન્ડની ટીમમાં જગ્યા મળી છે. જોશ લિટલ IPLમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે. આ સાથે જ ટીમની કપ્તાની પોલ સ્ટર્લિંગને આપવામાં આવી છે. આ ટીમમાં કર્ટિસ કેમ્ફરને પણ જગ્યા મળી છે. કર્ટિસ કેમ્ફર એવો ખેલાડી છે, જેણે એકવાર T20 ઇન્ટરનેશનલમાં 4 બોલમાં 4 વિકેટ લીધી હતી.

કર્ટિસે 2021માં T20 વર્લ્ડ કપ દરમિયાન અબુ ધાબીમાં નેધરલેન્ડ સામેની મેચમાં 4 બોલમાં 4 વિકેટ ઝડપી હતી. ઇનિંગની 10મી ઓવરમાં અદ્ભુત ઘટના બની, કર્ટિસે બીજા બોલ પર કોલિન એકરમેન, ત્રીજા બોલ પર રેયાન ટેન ડોશેટ, ચોથા બોલ પર સ્કોટ એડવર્ડ્સ અને પાંચમા બોલ પર રોલોફ વાન ડેર મર્વેને આઉટ કર્યા હતા.

ક્રિકેટ આયર્લેન્ડે માત્ર T20 વર્લ્ડ કપ માટે જ ટીમની જાહેરાત કરી નથી, તેણે ડબલિનમાં પાકિસ્તાન સામે આગામી ત્રણ મેચની શ્રેણી અને વૂરબર્ગમાં નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ સાથેની ત્રિકોણીય શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરી છે. ત્રણેય ટીમમાં 14 ખેલાડીઓ છે.

10, 12 અને 14 મેના રોજ આયર્લેન્ડને ક્લોન્ટાર્ફમાં પાકિસ્તાન સાથે T20 મેચ રમવાની છે. આ પછી, 19, 20, 23, 24 મેના રોજ, આઇરિશ ટીમ વૂરબર્ગમાં નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ સાથે T20 શ્રેણીની મેચ રમશે.

હાલમાં IPLમાં રમી રહેલા જોશ લિટલને T20 વર્લ્ડ કપ માટે ટીમના 15મા સભ્ય તરીકે ઉમેરવામાં આવશે. ગુજરાત તરફથી રમતા જોશ લિટલને 4 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી 4 વિકેટ ઝડપી હતી. તેમાં ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર અને કેમેરોન ગ્રીન સામેલ હતા.

T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે થશે, એવામાં આ ટીમને હળવાશથી લઈ શકાય નહીં. આ ટીમ મોટા અપસેટ કરવા માટે જાણીતી છે. આયર્લેન્ડ હાલમાં પુરુષોની T20Iમાં વિશ્વમાં 11મા ક્રમે છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે આયર્લેન્ડની ટીમ: પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક અડાયર, રોસ અડાયર, એન્ડ્રુ બાલ્બિર્ની, કર્ટિસ કેમ્ફર, ગૈરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રેહામ હ્યુમ, જોશ લિટલ, બેરી મેકકાર્થી, નીલ રોક, હેરી ટેક્ટર, લોર્કન ટકર, બેન વ્હાઇટ, ક્રેગ યંગ.

T20 વર્લ્ડ કપ 2024માં આયર્લેન્ડની મેચો: 31 મે 2024: આયર્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા (વોર્મ-અપ; ફ્લોરિડા), 5 જૂન 2024: આયર્લેન્ડ વિરુદ્ધ ભારત (T20I; ન્યૂયોર્ક), 7 જૂન 2024: આયર્લેન્ડ વિરુદ્ધ કેનેડા (T20I; ન્યૂયોર્ક), 14 જૂન 2024: આયર્લેન્ડ વિ USA (T20I; ફ્લોરિડા), 16 જૂન 2024: આયર્લેન્ડ વિ પાકિસ્તાન (T20I; ફ્લોરિડા).

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.