કોહલી-રોહિત નહીં, રિકી પોન્ટિંગે આ 2 ખેલાડીઓને ગણાવ્યા IPL 2025ના સૌથી ખતરનાક બેટ્સમેન

પંજાબ કિંગ્સ (PBKS)ના કોચ રિકી પોન્ટિંગે એ બેટ્સમેનો બાબતે વાત કરી છે જેને તેઓ આ IPLના સૌથી ખતરનાક બેટ્સમેન માને છે. રિકી પોન્ટિંગે આન્દ્રે રસેલ, વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું નથી. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને પંજાબના હેડ કોચ રિકી પોન્ટિંગે પોતાની ટીમના 2 બેટ્સમેનોને  લઈને વાત કરી છે અને તેમને ખતરનાક બેટ્સમેન ગણાવ્યા છે. લખનૌ વિરુદ્ધની મેચમાં પ્રભસિમરન સિંહે શાનદાર અંદાજમાં બેટિંગ કરી હતી, પ્રભસિમરને લખનૌ સામેની મેચમાં 48 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી, તેની ઇનિંગમાં પ્રભસિમરને 6 ફોર અને 7 સિક્સ લગાવ્યા હતા. પંજાબના આ બેટ્સમેનની શાનદાર ઇનિંગને કારણે ટીમે સીમિત ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા હતા. પંજાબે લખનૌની ટીમને 37 રને હરાવી હતી. મેચ બાદ પ્રેસ સાથે વાત કરતા, રિકી પોન્ટિંગે પ્રભસિમરન સિંહની પ્રશંસા કરી અને તેને ખતરનાક બેટ્સમેન ગણાવ્યો.

ricky ponting
hindustantimes.com

પોન્ટિંગે પંજાબના બેટ્સમેનને લઈને કહ્યું કે, પ્રભસિમરન વિસ્ફોટક અને શાનદાર હતો. તેણે અને પ્રિયાંશે અમને આ ટૂર્નામેન્ટમાં ઘણી વખત સારી શરૂઆત અપાવી છે. લખનૌ સામેની મેચ અગાઉ, બંનેના નામે 350-350 રન નોંધાયેલા હતા. આ મેચ અગાઉ, જ્યારે ટીમ મીટિંગ થઈ, તો મેં બંનેને સદી બનાવવાનું ચેલેન્જ આપ્યું હતું. પ્રભસિમરન આ ચેલેન્જ પૂર્ણ કરવાની નજીક હતો પરંતુ તે ચૂકી ગયો. દુર્ભાગ્યથી પ્રભ થોડો પાછળ રહી ગયો, પરંતુ તેમણે પોતાના બેટ્સમેનોને એકદમ સ્પષ્ટ દિશા આપી છે કે તેમણે કેવી રીતે રમવાનું છે, અને ટોપ ઓર્ડરની ભાગીદારી કેટલી મહત્ત્વની છે.

priyansh arya and prabhsimran singh
crictoday.com

રિકી પોન્ટિંગે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહની ભરપૂર પ્રશંસા કરી છે અને તેમને આ IPLના સૌથી ખતરનાક બેટ્સમેન ગણાવ્યા છે. બંનેને લઈને પોન્ટિંગે નિવેદન આપતા કહ્યું કે, ‘જ્યારે પ્રિયાંશ અને પ્રભસિમરન એકસાથે રન બનાવે છે, તો ખૂબ જ ખતરનાક બની શકે છે. પ્રિયાંશ ફાસ્ટ બોલરો સામે ખૂબ જ સારો છે અને પ્રભ સ્પિનરો સામે ખૂબ જ આક્રમક છે. એક લેફ્ટ હેન્ડર છે, બીજો રાઇટ હેન્ડર. અને બંનેની તાકતો અલગ-અલગ છે, જેથી તેઓ એક-બીજાને સારો સહયોગ કરે છે. આ જોડી વાસ્તવમાં ખતરનાક છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.