- Sports
- સંન્યાસ લીધા બાદ ચેતેશ્વર પૂજરાએ માગી માફી, વીડિયો જાહેર કરીને બતાવ્યું કારણ...
સંન્યાસ લીધા બાદ ચેતેશ્વર પૂજરાએ માગી માફી, વીડિયો જાહેર કરીને બતાવ્યું કારણ...
ભારતીય ટીમની દિવાલ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાએ રવિવારે ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. પૂજારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. પૂજારા લાંબા સમયથી ભરતે ટીમની બહાર હતો. સંન્યાસ લીધા બાદ, પૂજારાએ મંગળવારે એક વીડિયો જાહેર કરીને માફી માગી છે.
પૂજારાએ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023ની ફાઇનલમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તે ફરી પાછો ન ફર્યો. તેણે વાપસી માટે ખૂબ પ્રયાસ કર્યો, જે બધા વ્યર્થ ગયા. તાજેતરમાં દુલીપ ટ્રોફી માટે પૂજારાની પશ્ચિમ ઝોન ટીમમાં પસંદગી કરવામાં આવી નહોતી.
https://twitter.com/cheteshwar1/status/1960365324756512891
પુજારાએ મંગળવારે તેના X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને માફી માગી છે. પૂજારાએ એ લોકો પાસે માફી માગી છે જેમણે તેને ખાનગીમાં મેસેજ કર્યો હતો, પરંતુ તે એ મેસેજનો જવાબ આપી શક્યો નથી. પૂજારાએ વીડિયોમાં કહ્યું- ‘હેલ્લો એવરિવન’. હું તમારા બધાનો આભાર માનું છું કે તમે બધાએ તમારી શુભેચ્છાઓ અને વિનમ્ર શબ્દો માટે તમારા બધાનો આભાર માનવા માગું છું. છેલ્લા કેટલાક દિવસોમાં, તમારામાંથી ઘણા લોકોએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી મને ખૂબ આનંદ થયો. મેં શક્ય તેટલા મેસેજોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ જો હું કોઈને જવાબ ન આપી શક્યો હોઉ, તો હું માફી માગુ છું.’
પૂજારાએ કહ્યું છે કે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ખૂબ સારું રહ્યું છે અને તે ભવિષ્યમાં પણ ભારતીય ક્રિકેટને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. મારા દેશનું ઉચ્ચ સ્તર પર પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત રહી છે. હું ભવિષ્યમાં પણ ભારતીય ક્રિકેટને કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છું. તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે હું આભારી છું. ખૂબ ખૂબ આભાર.’

