Video: રોહિતે પૂજારા પાસે કરાવી બોલિંગ, તો અશ્વિન બોલ્યો- હું શું કરું, જોબ...

ભારત વર્સીસ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ પૂર્ણ થઈ ગઈ છે. ચોથી અને છેલ્લી મેચ ટાઇ થઈ. દિવસની ગેમ પૂર્ણ થવાથી આશરે એક કલાક પહેલા જ્યારે લાગી રહ્યું હતું કે, આ મેચનું પરિણામ આવી નહીં શકશે તો કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ એ વાત પર સહમત થઈ ગયા કે મેચ અહીં જ પૂર્ણ કરી દેવામાં આવે. આ રીતે ટીમ ઈન્ડિયાએ સીરિઝ પર 2-1થી કબ્જો કરી લીધો. જોકે, ઓસ્ટ્રેલિયન ટીમનો પ્રવાસ હજુ પૂર્ણ નથી થયો. વનડે સીરિઝ બાકી છે, જેની પહેલી મેચ 17 માર્ચે રમાશે. દરમિયાન, મેચના છેલ્લા સેશનમાં કેપ્ટન રોહિત શર્માએ ઘણા એક્સપરિમેન્ટ્સ પણ કર્યા. જ્યારે લગભગ નક્કી થઈ ગયુ કે મેચ ડ્રો થઈ જશે તો કેપ્ટને ચેતેશ્વર પૂજારા પાસે પણ બોલિંગ કરાવી. એટલું જ નહીં, શુભમન ગિલ પાસે પણ ઓવર નંખાવી. ચેતેશ્વર પૂજારાએ બોલિંગ કરતા બધા જ આશ્ચર્યમાં પડી ગયા. દરમિયાન મેચ પૂર્ણ થયા બાદ રવિચંદ્રન અશ્વિને એક ટ્વીટ પણ કર્યું છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

ભારત વર્સીસ ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ પૂર્ણ થયા બાદ રવિચંદ્રન અશ્વિને એક ટ્વીટ કર્યું છે, જેમા પહેલા તો તેણે ચેતેશ્વર પૂજારાનો બોલિંગ કરતો ફોટો લગાવ્યો છે અને તેના પર લખ્યું છે કે, હું શું કરું, જોબ છોડી દઉં. અશ્વિનનું આ ટ્વિટ સામે આવતા જ વાયરલ થઈ ગયુ છે. તેના પર લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે. દરમિયાન, તમારે એ પણ જાણવુ જોઈએ કે, પૂજારાએ આ પહેલા ક્યારેય ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ નથી કરી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજીવાર છે, જ્યારે પૂજારા પાસે બોલિંગ કરાવવામાં આવી હોય. ચેતેશ્વર પૂજારાએ વર્ષ 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ 2015માં ત્યારના કેપ્ટન વિરાટ કોહલીએ પૂજારા પાસે પહેલીવાર બોલિંગ કરાવી હતી. ત્યારે પૂજારાએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પહેલીવાર બોલિંગ કરી અને બે ઓવર નાંખી હતી. તેમા પૂજારાએ બે રન આપ્યા હતા અને એકપણ વિકેટ તેના નામે નથી. ત્યારબાદ આજે ફરી કેપ્ટન રોહિત શર્માએ તેની પાસે બોલિંગ કરાવી. આજની મેચમાં પૂજારાએ એક ઓવર નાંખી, જેમા તેણે એક જ રન આપ્યો. પૂજારા અત્યારસુધીમાં 100 કરતા વધુ ટેસ્ટ રમી ચુક્યો છે, પરંતુ બોલિંગ માત્ર બે ઈનિંગમાં જ કરવા મળી અને તે પણ ત્યારે જ્યારે લાગવા માંડ્યું હતું કે મેચ હવે ટાઇ થશે, રિઝલ્ટ નહીં આવશે.

આ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીત્યો અને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 480 રન બનાવ્યા, જેમા ઉસ્માન અને કેમરન ગ્રીનની સદી સામેલ હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાની બેટિંગ આવી તો તેણે 571 રન બનાવ્યા અને પહેલી ઈનિંગના આધાર પર ટીમને લીડ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં ગેમ પૂર્ણ થવા સુધીમાં બે વિકેટે 175 રન બનાવી લીધા હતા અને મેચ ટાઈ થઈ ગઈ. જે ખેલાડી માત્ર ટેસ્ટ સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યા હતા, તે પાછા પોતાના દેશ જશે પરંતુ, જે ખેલાડી વનડે સીરિઝ રમશે, તે હજુ અહીં રહેશે. આ ઉપરાંત, કેટલાક ખેલાડી થોડાં દિવસમાં ભારત પહોંચી રહ્યા છે, જે ટેસ્ટ ટીમમાં નહોતા પરંતુ, વનડેમાં સામેલ કરવામાં આવ્યા છે. દરમિયાન હવે વનડે સીરિઝ રોમાંચક થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.