બેટિંગ થોડી મુશ્કેલ છે પણ... હાર પછી ઋતુરાજ ગાયકવાડે કોને દોષ આપ્યો?

9 એપ્રિલ, શુક્રવારે રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સના હાથે ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝનની તેમની ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન રુતુરાજ ગાયકવાડે આ હાર માટે બેટ્સમેન અને બોલર બંનેને જવાબદાર ઠેરવ્યા છે. ગાયકવાડનું કહેવું છે કે, પાવરપ્લે પછી બેટ્સમેનો સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા, જ્યારે બોલરો પાવરપ્લેમાં વિકેટ લઈ શક્યા નહોતા. CSK કેપ્ટનનું કહેવું છે કે, તેના બોલરોએ પાવરપ્લેમાં વિકેટ લેવાની જરૂર છે અને ટીમે આગામી મેચોમાં આના પર કામ કરવું પડશે.

IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે આઠ વિકેટની હાર પછી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે કહ્યું હતું કે, પાવરપ્લે પછી તેમના બેટ્સમેનો રનની ગતિ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ટીમે 10 થી 15 રન ઓછા કર્યા હતા. સુપર કિંગ્સે આપેલા 177 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સુપર જાયન્ટ્સે છ બોલ બાકી રહેતા બે વિકેટે 180 રન બનાવીને જીત મેળવી હતી. કેપ્ટન KL રાહુલે 82 રન જ્યારે ક્વિન્ટન D કોકે 54 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 134 રન જોડ્યા હતા.

રુતુરાજ ગાયકવાડે મેચ પછી કહ્યું, 'અમે (ઈનિંગ) ખૂબ જ સારી રીતે સમાપ્ત કરી, તેનાથી વધુ કંઈ અપેક્ષા રાખી શકાઈ ન હતી. પરંતુ પાવરપ્લે પછી અમે 14મી-15મી ઓવર સુધી ઝડપી રન બનાવી શક્યા ન હતા. અમે સતત વિકેટ ગુમાવી અને 10-15 રન ઓછા બનાવ્યા. બેટિંગ કરવી થોડી અઘરી છે, પરંતુ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમથી તમને એક વધારાનો બેટ્સમેન મળે છે. ત્યાર પછી, ઝાકળ આવતા, એવું લાગતું હતું કે 180-190 રન સારો સ્કોર બની શક્યો હોત.'

રુતુરાજ ગાયકવાડે કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પાવરપ્લેમાં પોતાની બોલિંગમાં સુધારો કરવા માંગે છે. કેપ્ટન રુતુરાજે કહ્યું, એક ક્ષેત્ર જેમાં અમે સુધારો કરવા માંગીએ છીએ, તે પાવરપ્લેમાં વિકેટ લેવાનું છે. તેનાથી વિપક્ષી ટીમ દબાણમાં આવે છે. અમારે આના પર કામ કરવાની જરૂર છે.

અગાઉ, અડધી સદી ફટકારવા ઉપરાંત, રવિન્દ્ર જાડેજા (40 બોલમાં અણનમ 57, પાંચ ચોગ્ગા, એક છગ્ગા) મોઈન અલી (20 બોલમાં 30 રન, ત્રણ છગ્ગા) સાથે છઠ્ઠી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે સુપર કિંગ્સે છ વિકેટે 176 રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ અંતમાં ફરી એકવાર ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ ટીમ મેચ વિનિંગ ટોટલ સુધી પહોંચી શકી નહોતી.

ચેન્નાઈને સાત મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યારે આઠ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. CSKને ઘરની બહાર ચારમાંથી ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે હવે તેની આગામી મેચ મંગળવારે ઘરઆંગણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમવાની છે.

Related Posts

Top News

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
World 
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ

Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ

Realme ટૂંક સમયમાં ભારતમાં તેની GT 7 શ્રેણી લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલમાં ચીનની બજારમાં Realme GT 7...
Tech and Auto 
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ

બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે

આ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં પણ જાય છે, તેઓ ફક્ત યુદ્ધવિરામ અને શાંતિના જાપ જપતા હોય...
World 
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.