શું હવે RCB માટે IPL નહીં રમે વિરાટ કોહલી?

શું વિરાટ કોહલી હવે IPLમાં RCB માટે નહીં રમે? શું વિરાટ કોહલી IPLમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે? શું વિરાટ કોહલી RCBને બદલે IPLમાં કોઈ અલગ ટીમ માટે રમતો જોવા મળશે? શું વિરાટ કોહલી IPLમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે? શું વિરાટ કોહલીએ RCB સાથે સંબંધો તોડી નાખ્યા છે? જો તમને પણ આ પ્રશ્ન હોય અથવા તમે ક્યાંક આવું સાંભળ્યું કે વાંચ્યું હોય, તો આ લેખ તમારા માટે છે. તમને આ બધા પ્રશ્નોના જવાબ અહીં મળી જશે.

એક અહેવાલ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલીએ RCB સાથે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારબાદ વિરાટના RCBથી અલગ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને સમાચાર જગત સુધી વાતો થવા લાગી, પરંતુ કોઈએ અસલી વાસ્તવિકતા ન જણાવી. ખેર, અહીં અમે તમને આ બાબત વિશે સત્ય જણાવીશું.

virat1
BCCI

તમને જણાવી દઈએ જોઈએ કે, વિરાટ કોહલી RCB છોડી રહ્યો નથી. તેણે માત્ર કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આનો અર્થ એ નથી કે વિરાટ RCB છોડી રહ્યો છે. વિરાટ હજુ નિવૃત્તિ લેવાનો નથી. તે IPL 2026માં RCB માટે રમતા જોવા મળશે.

virat
livemint.com

શું હોય છે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ, જેના પર વિરાટ કોહલીએ સહી કરવાનો ઇનકાર કર્યો?

તમારી માહિતી માટે જણાવી દઈએ કે, કોમર્શિયલ કોન્ટ્રાક્ટ અને ખેલાડીનો કોન્ટ્રાક્ટ બે અલગ-અલગ બાબતો છે. જો વિરાટ RCBથી અલગ થવું હોત, તો તેણે પોતાનો ખેલાડીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હોત, પરંતુ તેણે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આનો અર્થ એ થયો કે તે કોઈ બ્રાન્ડ સાથે જોડાવાનો ઇનકાર કરી રહ્યો હશે. ફ્રેન્ચાઇઝી વિવિધ સ્પોન્સરશિપ લે છે, જેમાં જણાવાયું છે કે તેમના ખેલાડીઓ લીગ દરમિયાન તેમના માટે વીડિયો અથવા જાહેરાતો કરશે. એવામાં તેને સ્પોન્સરશિપ તરીકે મોટી રકમ મળે છે. જો કે, વિરાટ કોઈપણ બ્રાન્ડ સાથે જોડાવા માગતો નથી, જેના કારણે તેણે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. જો કે, કોઈ રિપોર્ટમાં ખુલાસો થયો નથી કે વિરાટે કઈ બ્રાન્ડ સાથે જોડાવાનો ઇનકાર કર્યો છે.

About The Author

Related Posts

Top News

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

ખેડૂતોને મોટી રાહત: કડી APMC દ્વારા ₹90 લાખની અભૂતપૂર્વ 50% સબસિડી યોજના જાહેર

મહેસાણા જિલ્લાના કડી APMC (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) એ કડી તાલુકાના ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. APMC એ...
Gujarat 
ખેડૂતોને મોટી રાહત: કડી APMC દ્વારા ₹90 લાખની અભૂતપૂર્વ 50% સબસિડી યોજના જાહેર

શું અદાણી વિરુદ્ધ બોલવું આર.કે.સિંહને ભારે પડ્યું? ભાજપે પાર્ટીમાંથી કાઢી મૂક્યા

બિહારમાં ભાજપને બમ્પર જીત મળ્યા પછી હવે પાર્ટીમાં સાફ સફાઇ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર ભાજપના નેતા અને પૂર્વ...
Politics 
શું અદાણી વિરુદ્ધ બોલવું આર.કે.સિંહને ભારે પડ્યું? ભાજપે પાર્ટીમાંથી કાઢી મૂક્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.