ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો જ એક વિવાદ વર્ષ 2024માં જોવા મળ્યો હતો, જ્યારે ગેરી કર્સ્ટન અને પછી જેસન ગિલેસ્પીએ થોડા મહિનામાં જ હેડ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે ટેસ્ટ ટીમના હેડ કોચ તરીકે ગિલેસ્પીની નિમણૂક કરી હતી. ત્યારે ગેરી કર્સ્ટનને લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, બંનેએ 6 મહિનાની અંદર જ આ પદ છોડી દીધું હતું. તો હવે, કર્સ્ટને હેડ કોચ પદ છોડવાના પોતાના નિર્ણય અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે, જેમાં તેમણે PCBની કામ કરવાની રીતનો પૂરો કાચો ચિઠ્ઠો ખોલી દીધો છે.

IAS-Pamela-Satpathy2
x.com/pamelasatpathy

 

ગેરી કર્સ્ટને વિઝડન પોડકાસ્ટને આપેલા પોતાના નિવેદનમાં પાકિસ્તાની ટીમના હેડ કોચનું પદ છોડવા પાછળના કારણ અંગે વાત કરતા કહ્યું હતું કે, ‘મને પોતાનું કામ યોગ્ય રીતે કરવા દેવામાં આવતું નહોતું, જેમાં ટીમની અંદર બાહ્ય લોકોની વધારે દખલઅંદાજી હતી. શરૂઆતના કેટલાક મહિના મારા માટે ખૂબ જ તણાવપૂર્ણ હતા, ત્યારબાદ મને સમજાઈ ગયું કે કોચના રૂપમાં મને અહીં વધુ તાકત મળવાની નથી. મને સિલેક્શન પેનલમાંથી હટાવી દેવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારે માત્ર ટીમને કોચિંગ આપવાનું છે, પરંતુ ટીમ પસંદ કરવામાં મારી કોઈ ભૂમિકા નહીં રહે. એક કોચના રૂપમાં, જ્યારે તમારી ટીમ પર કોઈ સકારાત્મક અસર હોતી નથી તો તમારા માટે વસ્તુઓ ખૂબ મુશ્કેલ થઈ જાય છે.

Gary-Kirsten1
cricketwinner.com

 

કર્સ્ટને પોતાના આ નિવેદનમાં પાકિસ્તાન ટીમના ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનનાં ખેલાડી કદાચ દુનિયાની બીજી કોઈ ટીમની તુલનમાં વધારે પ્રદર્શનનો દબાવ અનુભવે છે. જ્યારે ટીમને હારનો સામનો કરવો પડે છે, તો ત્યાં આખો માહોલ જ એકદમ અલગ જોવા મળે છે. જોકે, કિર્સ્ટને કહ્યું કે તેઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં કોચના રૂપમાં પાછા ફરી શકે છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓમાં અને કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ વિના.

About The Author

Related Posts

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.