ભારત-પાક વચ્ચે સેમિ. રમાયેલી એ પંજાબના સ્ટેડિયમમાં વર્લ્ડ કપની એકપણ મેચ નહિ રમાય

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વન-ડે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. તેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થશે. આ અગાઉ મોહાલી ક્રિકેટ સ્ટેડિયમને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ મુજબ, મોહાલીમાં વર્લ્ડ કપની એક પણ મેચ નહીં રમાય. અહીં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. આ કારણે મોહાલી સ્ટેડિયમને વર્લ્ડ કપ વેન્યૂમાંથી હટાવી શકાય છે. જો કે, તેને લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઈ શકે છે. મોહાલી ક્રિકેટ સ્ટેડિયમ વર્લ્ડ કલ 2023 માટે વેન્યૂની રેસમાંથી બહાર થઈ ગયું છે. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, મોહાલીમાં પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA)ના આઈ.એસ. બિન્દ્રા સ્ટેડિયમમાં સંભવતઃ એક પણ મેચ નહીં રમાય. રિપોર્ટ મુજબ, કન્સ્ટ્રક્શન વર્કના કારણે મેચ નહીં રમાઈ શકે. જો કે, અત્યાર સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. વન-ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન કુલ 48 મેચ રમાવાની છે.

આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે રમાઈ શકે છે. તેના માટે ભારતના 12 શહેરોને પસંદ કરી શકાય છે. તેમાં અમદાવાદનું નામ પહેલા નંબર પર છે. અહીં ફાઇનલ મેચ રમાઈ શકે છે. તેની સાથે-સાથે બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાળા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, રાજકોટ અને મુંબઈનું નામ પણ સામેલ છે. મોહાલીમાં બનેલું પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA)નું આઈ.એસ. બિન્દ્રા સ્ટેડિયમ શોર્ટલિસ્ટ કરવામાં આવેલા સ્ટેડિયમમાં જગ્યા બનાવી શક્યું નથી. અહીં હાલના દિવસોમાં ખાલિસ્તાની આંદોલન ચાલી રહ્યું છે. એ સિવાય પાર્કિંગની સમસ્યા અને ભ્રષ્ટાચારના આરોપ પણ મોટા કારણ છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ, PCA સચિવ દિલશેર ખન્નાએ કહ્યું કે, BCCI તરફથી અમને સત્તાવાર રૂપે કશું જ કહેવામાં આવ્યું નથી એટલે હું તેના પર ટિપ્પણી નહીં કરી શકું.  આ સ્ટેડિયમે અત્યાર સુધી 4 ICC વર્લ્ડ કપ મેચો અને ICC T20 વર્લ્ડ કપ મેચોની મેજબાની કરી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2011 દરમિયાન કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ સાથે પણ આવું જ થયું હતું. વર્ષ 2011ના વર્લ્ડ કપ દરમિયાન ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું હતું. આ કારણે અહીં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચ શિફ્ટ કરવામાં આવી હતી. આ મેચ બેંગ્લોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.

Related Posts

Top News

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.