નવેમ્બરમાં ભારત-પાકિસ્તાન બે વાર એકબીજા સામે દોહામાં ટકરાશે! જેમાં બીજીવાર ફાઇનલમાં ટક્કર થવાની શક્યતા

ACC રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ 14 નવેમ્બરથી શરૂ થનાર છે. એમાં ભારત-પાકિસ્તાન મુકાબલો 16 નવેમ્બરે થવાનો છે. આ પહેલા ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ તરીકે ઓળખાતી આ ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે. આ ટુર્નામેન્ટ 14 નવેમ્બરથી શરૂ થશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 નવેમ્બરે હાઇ-વોલ્ટેજ મુકાબલો યોજાશે.

પરંતુ જરા થોભો, આ ટુર્નામેન્ટમાં આ લીગ સ્પર્ધા તો બે દેશો વચ્ચે રમાશે, જ્યારે આ ટુર્નામેન્ટના શેડ્યુલ પર પર નજર નાખી, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ ટુર્નામેન્ટમાં બંને કટ્ટર હરીફ બે વાર એકબીજા સામે ટકરાઈ શકે છે. આ ટુર્નામેન્ટની 23 નવેમ્બરે યોજાનારી ફાઇનલ પણ આ બંને દેશો વચ્ચે થઇ શકે છે એવું હોઈ શકે છે.

ચાલો સમજી લઈએ કે, આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બે વાર કેવી રીતે એકબીજા સામે ટકરાઈ શકે છે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ Bમાં ભારત, ઓમાન, પાકિસ્તાન અને UAEનો સમાવેશ થાય છે.

India-Pakistan-Match

21 નવેમ્બરે બે સેમિફાઇનલ રમાશે. પહેલી સેમિફાઇનલમાં ગ્રુપ Aની નંબર 1 ટીમ અને ગ્રુપ Bની નંબર 2 ટીમ વચ્ચે મુકાબલો થશે, જ્યારે બીજી સેમિફાઇનલમાં ગ્રુપ Bની નંબર 1 ટીમ અને ગ્રુપ Aની નંબર 2 ટીમ વચ્ચે મુકાબલો થશે. ત્યાર પછી ફાઇનલ મેચ 23 નવેમ્બરે યોજાશે.

જો કે, ગ્રુપ Bમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઓમાન અને UAE જેવી નબળી ટીમોનો સમાવેશ થતો હોવાથી, એવું માનવામાં આવે છે કે ઓમાન અને UAE સેમિફાઇનલ માટે ક્વોલિફાય નહીં થાય. પરિણામે, ભારત અને પાકિસ્તાન ગ્રુપ Bની બે ટીમો હશે, જે સેમિફાઇનલમાં ગ્રુપ Aની બે ટીમો સામે ટકરાશે. જો ભારત અને પાકિસ્તાન તેમની સેમિફાઇનલ જીતી લે છે, તો તેઓ ફાઇનલમાં પહોંચી શકે છે.

સપ્ટેમ્બરમાં એશિયા કપ પછી આ મેચ ભારત અને પાકિસ્તાનની પુરુષ ટીમો વચ્ચેનો પહેલો ક્રિકેટ મુકાબલો હશે. જોકે, તાજેતરના ODI વર્લ્ડ કપમાં બંને દેશોની મહિલા ટીમો એકબીજાનો સામનો કરી ચુકી હતી. જ્યારે પુરુષોની ટીમો એશિયા કપ રમી હતી, ત્યારે બંને દેશોના ખેલાડીઓ વચ્ચે કોઈ હાથ મિલાવ્યો ન હતો કે ઔપચારિક અભિવાદન થયું ન હતું.

India-Pakistan-Match.jpg-4

જો કે તે ટુર્નામેન્ટનો અંત એ રીતે થયો હતો કે, ભારત ટાઇટલ જીત્યું, અને ટ્રોફી લીધા વગર દુબઈ છોડી દીધું હતું. અહેવાલો અનુસાર, ભારતીય ટીમે ACC વડા મોહસીન નકવી (જે પાકિસ્તાનના ગૃહમંત્રી અને PCB ચેરમેન પણ છે) પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો. લાંબી રાહ જોયા પછી, જ્યારે સ્પષ્ટ થયું કે ભારતીય ખેલાડીઓ સ્ટેજ પર આવશે નહીં, ત્યારે એક ACC અધિકારીએ ટ્રોફીને ત્યાંથી હટાવી દીધી હતી.

ACC ઇમર્જિંગ ટીમ્સ ટુર્નામેન્ટ 2013માં શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં તે છ વખત રમાઈ ચુકી છે. શરૂઆતમાં અંડર-23 સ્તરે રમાતી હતી, પરંતુ ત્યાર પછી તેને 'A' ટીમ સ્પર્ધામાં ફેરવી નાખવામાં આવી હતી.

અત્યાર સુધી, પાકિસ્તાન અને શ્રીલંકા બે-બે વાર જીતી ચૂક્યા છે, જ્યારે ભારત અને અફઘાનિસ્તાને એક-એક વાર જીતી છે. પાછલી વખતે 2024માં ઓમાનમાં રમાઈ હતી, જ્યાં અફઘાનિસ્તાને શ્રીલંકાને સાત વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વખતે ટુર્નામેન્ટ દોહામાં યોજાઈ રહી છે.

India-Pakistan-Match.jpg-3

ઈન્ડિયા Aની રાઈઝિંગ એશિયા કપ ટીમ: પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વઢેરા, નમન ધીર (વાઈસ-કેપ્ટન), સૂર્યાંશ શેજડે, જીતેશ શર્મા (કેપ્ટન અને વિકેટકીપર), રમનદીપ સિંહ, હર્ષ દુબે, આશુતોષ શર્મા, યશ ઠાકુર, ગુરજપનીત સિંહ, વૈશાખ વિજય કુમાર, યુદ્ધવીરસિંહ ચરક, અભિષેક પોરેલ (વિકેટકીપર), સુયશ શર્મા.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: ગુરનુર સિંહ બરાર, કુમાર કુશાગ્ર, તનુષ કોટિયન, સમીર રિઝવી અને શેખ રશીદ.

ગ્રુપ A: અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ, શ્રીલંકા, ગ્રુપ B: ભારત, ઓમાન, પાકિસ્તાન, UAE

ACC રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ શેડ્યૂલ: નવેમ્બર 14-ઓમાન વિરુદ્ધ પાકિસ્તાન; ભારત વિ UAE, નવેમ્બર 15-બાંગ્લાદેશ વિ. હોંગકોંગ; અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા, નવેમ્બર 16-ઓમાન વિરુદ્ધ UAE; ભારત વિરુદ્ધ પાકિસ્તાન, નવેમ્બર 17-હોંગકોંગ વિરુદ્ધ શ્રીલંકા; અફઘાનિસ્તાન વિ બાંગ્લાદેશ, નવેમ્બર 18-પાકિસ્તાન વિ UAE; ભારત વિરુદ્ધ ઓમાન, નવેમ્બર 19-અફઘાનિસ્તાન વિરુદ્ધ હોંગકોંગ; બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા, નવેમ્બર 21-સેમિફાઇનલ-ગ્રુપ A નંબર 1 વિરુદ્ધ ગ્રુપ B નંબર 2, ગ્રુપ B નંબર 1 વિરુદ્ધ ગ્રુપ A નંબર 2, નવેમ્બર 23-ફાઇનલ.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.