- Sports
- નીતિશ રાણાએ ખોલ્યું રિન્કુ સિંહની 5 સિક્સનું રહસ્ય, ઐય્યરે પણ લગાવ્યા નારા
નીતિશ રાણાએ ખોલ્યું રિન્કુ સિંહની 5 સિક્સનું રહસ્ય, ઐય્યરે પણ લગાવ્યા નારા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રવિવારે ફેન્સને રિન્કુ સિંહ નામનું એવું તોફાન જોવા મળ્યું જેને ન માત્ર બલર, પરંતુ ફિલ્ડર પણ ન રોકી શક્યા. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના આ ખેલાડીએ ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ અંતિમ ઓવરમાં ટીમને રોમાંચક જીત અપાવી. કોલકાતા નાઈટ રાઈડર્સને અંતિમ ઓવરમાં 28 રન બનાવવાના હતા. પહેલા બૉલ પર સિંગલ આવ્યા બાદ રિન્કુ સિંહ સ્ટ્રાઈક પર આવ્યો અને આગામી પાંચેય બૉલ પર સતત સિક્સ લગાવીને ગુજરાત ટાઈટન્સની જીતના અરમાનો પર પાણી ફેરવી દીધું.

તેમની આ ઇનિંગ બાદ ટીમે નિયમિત કેપ્ટન નીતિશ રાણાએ એ 5 સિક્સને પાછળનું રહસ્ય ખોલ્યું. કોલકાતા નાઈટ રાઇડર્સે પોતાના સોશિયલ મીડિયા પર અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો, જ્યાં નીતિશ રાણાએ જણાવ્યું કે, જે બેટથી રિન્કુ સિંહે તોફાની ઇનિંગ રમી, તે તેની બેટ છે. નીતિશ રાણાએ વીડિયોમાં જણાવ્યું કે આ એ જ બેટ છે જેનાથી રિન્કુએ આજે 5 સિક્સ લગાવ્યા. એ મારી બેટ છે જેનાથી હું છેલ્લી 2 મેચ રમ્યો. આખી સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ રમ્યો. આજે મેં આ બેટ બદલી અને રિન્કુએ મારી પાસે માગી લીધી.
Rinku claimed the match & ??? ???! ?#GTvKKR | #AmiKKR | #TATAIPL 2023 | @NitishRana_27 | @rinkusingh235 pic.twitter.com/vHWVROar8P
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2023
તેણે કહ્યું કે, હું આપવા માગતો નહોતો, પરંતુ તેણે આ જ બેટ પસંદ કરી. હવે આ બેટ મારી નથી, એની જ થઈ ગઈ છે, તેણે લઈ લીધી મારી પાસેથી. તો કોલકાતા નાઈટ રાઇડર્સે વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રિન્કુ સિંહ શ્રેયસ ઐય્યર સાથે વાત કરતો નજરે પડી રહ્યો છે. શ્રેયસ ઐય્યરે રિન્કુ સિંહને ખૂબ શુભેચ્છા આપી. તેણે કહ્યું કે, મેચ જોઈને એ દિલ ખુશ થઈ ગયું. તેણે કહ્યું રિન્કુ ભાઈ ક્યારેય ન હાર્યો, રિન્કુ ભાઈ જિંદબાદ’ નીતિશ રાણાએ શ્રેયસ ઐય્યરને જણાવ્યું કે, રિન્કુ નક્કી કરી આવ્યો હતો કે આ વખત તે જીતીને જ પાછો જશે અને તેણે એમ જ કર્યું. શ્રેયસ ઐય્યરને પોતાને આ જીતનો ભરોસો નહોતો, પરંતુ તેમને પોતાની ટીમ પર ભરોસો હતો.

Special video call from Shreyas ?
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2023
?️"...??? ??? ?????? ????? ??????!" ?#GTvKKR | #AmiKKR | #TATAIPL 2023 | @rinkusingh235 | @NitishRana_27 | @ShreyasIyer15 https://t.co/4JPK39TxPy pic.twitter.com/tEnaFu5i3a
મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાતે સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને વિજય શંકર 63, સાઈ સુદર્શન 53 અને શુભમન ગિલના 39 રનની મદદથી 204 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી સૌથી વધુ વિકેટ સુનિલ નરીને લીધી. 205 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમે વેંકટેશ ઐય્યરના 83, નીતિશ રાણાના 5 અને રિન્કુ સિંહના 48* રનની મદદથી જીત 3 વિકેટ બાકી રહેતા જીત હાંસલ કરી લીધી હતી.

