શું ખરેખર રોનાલ્ડોએ ઈસ્લામને સૌથી વધુ પ્રેમ કરવાની વાત કહી? જાણો શું છે સત્ય

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગલની ફુટબોલ ટીમનો કેપ્ટન છે અને હાલમાં જ સાઉદી અરબ સાથે ફુટબોલ ક્લબ અલ નસ્ર સાથે જોડાવાના કારણે ચર્ચામાં આવ્યો હતો. અલ-નસ્ર હવે 2025 સુધી દર વર્ષે આશરે 1800 કરોડ રૂપિયા આપશે. મીડિયા રિપોર્ટ્સમાં તેને ફુટબોલની દુનિયામાં સૌથી મોંઘો કરાર ગણાવવામાં આવી રહ્યો છે. હવે રોનાલ્ડોને લઈને કેટલાક દાવા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પહેલા દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે, રોનાલ્ડોએ એક સવાલના જવાબમાં કહ્યું કે, તેને ઈસ્લામ સાથે સૌથી વધુ પ્રેમ છે. દાવા સાથે રોનાલ્ડો અને એક મહિલાની તસવીર પણ શેર કરવામાં આવી રહી છે.

ફેસબુક યુઝર યૂસુફ ખાને વાયરલ તસવીર શેર કરીને લખ્યું, સાઉદી અરબની આ મુસ્લિમ મહિલાએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને એક સવાલ પૂછ્યો. રોનાલ્ડો તમે સૌથી વધુ કોને પ્રેમ કરો છો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કહ્યું, હું ઈસ્લામને પ્રેમ કરું છું. અલહમદુલિલ્લા

ઘણા અન્ય ફેસબુક યુઝર્સે વાયરલ તસવીરને આ દાવા સાથે જ શેર કરી છે. બીજા દાવામાં રોનાલ્ડોનો એક ઈન્સ્ટાગ્રામ લાઈવ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોના આધાર પર દાવો છે કે, રોનાલ્ડો અલ-નસ્ર સાથે જોડાયા બાદ ઈંશાઅલ્લાહ બોલ્યો. ટ્વિટર હેન્ડલ @KYSTARએ વાયરલ વીડિયોને ટ્વિટ કર્યો છે અને તેના પર અત્યારસુધીમાં 5 લાખ કરતા પણ વધુ વ્યૂઝ આવી ચુક્યા છે.

જોકે, આ દાવાઓની તપાસ કરતા તે ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે. પહેલા દાવામાં શેર કરવામાં આવી રહેલી તસવીરને સૌથી પહેલા રિવર્સ ઈમેજ સર્ચની મદદથી શોધી. સર્ચમાં વાયરલ તસવીર ટ્વિટર અકાઉન્ટ CristianoXtra પર મળી. ટ્વિટ 28 જાન્યુઆરી, 2022 ના રોજ કરવામાં આવ્યું હતું અને તેનું લોકેશન દુબઈ જણાવવામાં આવી રહ્યું છે. અહીંથી ક્લૂ લઈને સર્ચ કર્યું તો Expo 2020 Dubai ના ટ્વિટર અકાઉન્ટ પર વાયરલ ફોટો સાથે સંકળાયેલો વીડિયો મળ્યો. આ વીડિયોને ટ્વિટર પર 28 જાન્યુઆરી, 2022ના રોજ ટ્વિટ કરવામાં આવ્યો હતો.

થોડું વધુ સર્ચ કરવા પર વાયરલ તસવીર દુબઈ એક્સ્પોની વેબસાઈટ virtualexpodubai.com પર મળી. આ તસવીર એક ઈન્ટરવ્યૂની હતી, જેને 28 જાન્યુઆરી, 2022મા રોજ દુબઈ એક્સપો દરમિયાન લેવામાં આવી હતી. 18 મિનિટના આ ઈન્ટરવ્યૂને virtualexpodubai.com પર અપલોડ કરવામાં આવ્યો છે. રોનાલ્ડોનું ઈન્ટરવ્યૂ લઈ રહેલી મહિનાનું નામ Marjan Faraidooni છે, જે દુબઈ એક્સપો 2022માં ચીફ એક્સપીરિયન્સ ઓફિસર હતી. આ આખા ઈન્ટરવ્યૂ દરમિયાન રોનાલ્ડોએ ઈસ્લામને સૌથી વધુ પ્રેમ કરવાની વાત નથી કહી.

બીજા દાવાની વાત કરીએ તો, રોનાલ્ડોના ઈંશાઅલ્લાહવાળા વીડિયોને રિવર્સ ઈમેજ સર્ચની મદદથી શોધ્યો. સર્ચમાં વાયરલ વીડિયો ફેસબુક પેજ Süper Lig International પર મળ્યો. 7 ઓક્ટોબર, 2020ના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોનું કેપ્શન છે-Cristiano Ronaldo: "Khabib is gonna Win InshAllah."

અહીંથી ક્લૂ લઈને વીડિયો વિશે સર્ચ કરવા પર તેની સાથે સંકળાયેલો મીડિયા રિપોર્ટ મળ્યો. બ્રિટનની વેબસાઈટ The Sunમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, રોનાલ્ડોએ રશિયાના માર્શલ આર્ટ ખેલાડી ખબીબ નુર્માગોમેદોવને તેની મેચ પહેલા શુભકામનાઓ આપી હતી. એટલે કે એ સ્પષ્ટ છે કે રોનાલ્ડોના ઈંશાઅલ્લાહ બોલવાવાળો વીડિયો અલ-નસ્ર સાથે જોડાવા પહેલાનો છે.

આમ, તપાસમાં રોનાલ્ડોને લઈને કરવામાં આવી રહેલા દાવા ભ્રામક સાબિત થયા. રોનાલ્ડોએ ના તો પોતાના ઈન્ટરવ્યૂમાં ઈસ્લામને સૌથી વધુ પ્રેમ કરવાની વાત કહી છે અને ના અલ-નસ્ર ફુટબોલ ક્લબ સાથે જોડાયા બાદ ઈંશાઅલ્લાહ બોલ્યો છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.