ખૂબ દુઃખી છું...’, એશિયા કપ 2025ની ટીમમાં આ 2 ખેલાડીઓને સામેલ ન કરવા પર અશ્વિને ઉઠાવ્યા સવાલ

ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિને એશિયા કપ 2025 માટે શ્રેયસ ઐય્યર અને યશસ્વી જાયસ્વાલની ભારતીય ટીમમાં પસંદગી ન થવા પર નિરાશા વ્યક્ત કરી છે. ભારતે 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે અને તેને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ ટીમનો કેપ્ટન રહેશે. IPL 2025માં રનોનો વરસાદ કરનાર શ્રેયસ ઐય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેણે વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

ashwin3
crictracker.com

રવિચંદ્રન અશ્વિને શ્રેયસ ઐય્યરને ટીમમાં જગ્યા ન આપવા પર પૂછ્યું છે કે તેની શું ભૂલ છે. પોતાની યુટ્યુબ ચેનલ એશ કી બાતપર બોલતા અશ્વિને કહ્યું કે, ‘શ્રેયસ ઐય્યર અને યશસ્વી જાયસ્વાલની આંખોમાં આંસુ છે, તે મુંબઈમાં વરસાદ બનીને પડ્યા છે. સિલેક્શન એક એવું કામ છે જેમાં કોઈ તો બહાર રહેશે જ. જ્યારે તમે તેમની સાથે વાત કરો છો, ત્યારે તમે તેમના ચહેરાઓની નિરાશા અને દુઃખ અનુભવી શકો છો. આશા છે કે કોઈએ શ્રેયસ અને જાયસ્વાલ સાથે વાત કરી હશે.

અશ્વિને કહ્યું કે, ‘હું શ્રેયસ ઐય્યર અને યશસ્વી જાયસ્વાલ માટે ખૂબ જ દુઃખી છું. આ બંને માટે સારું નથી.’  અશ્વિને શ્રેયસ ઐય્યરને લઈને આગળ કહ્યું કે, ‘તે ટીમમાંથી બહાર ગયો. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવીને શાનદાર બેટિંગ કરી. તેણે તમને જીત અપાવી. જો જવાબ એ છે કે ગિલ શાનદાર ફોર્મમાં છે, તો શ્રેયસ ઐય્યર પણ શાનદાર ફોર્મમાં છે.

ashwin
sports.ndtv.com

જાયસ્વાલે ઓવલમાં મુશ્કેલ પીચ પર બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. તે પણ સારા ફોર્મમાં છે. તમે આનો જવાબ કેવી રીતે આપી શકોઅશ્વિને આગળ કહ્યું કે, ‘શ્રેયસ ઐય્યરનો વાંક શું છે? તેણે KKR સાથે ટ્રોફી જીતી છે. ત્યારબાદ તેણે 2014 બાદ પહેલી વખત પંજાબને IPL ફાઇનલમાં પહોંચાડી. શાનદાર બેટિંગ સાથે.  તેણે શોર્ટ બોલની સમસ્યા પર કાબૂ મેળવ્યો. IPLમાં તે કાગીસો રબાડા અને જસપ્રીત બૂમરાહ જેવા બેટ્સમેનોને સરળતાથી હિટ કરી રહ્યો હતો. હું તેના અને યશસ્વી જાયસ્વાલ માટે ખૂબ જ દુઃખી છું.

About The Author

Related Posts

Top News

અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...
Opinion 
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

વૈશાલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંબંધો, વિશ્વાસ અને પરિવાર પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. એક...
National 
પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા બે આરોપીની LCBએ ધરપકડ...
Gujarat 
કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત...
National 
તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.