CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10 ટીમો એ15 નવેમ્બર સુધીમાં તેમની રીટેન્શન લિસ્ટ સોંપવાની છે. આ વચ્ચે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઈને ચર્ચા વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2026 અગાઉ રવિન્દ્ર જાડેજા સાથે-સાથે સેમ કરનને રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને બદલે ટ્રેડ કરી શકે છે.

CSK અને RR વચ્ચે સંભવિત ટ્રેડ ડીલની ચર્ચા ચાલુ છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સોમવારે અચાનક ગાયબ થઈ ગયું, જેના કારણે સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ છે. જાડેજાનું સત્તાવાર યુઝરનેમ ‘royalnavghan’ છે, જે હવે ઇન્સ્ટાગ્રામ પર દેખાતું નથી.

jaddu3
BCCI

રવિન્દ્ર જાડેજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની પ્રોફાઇલ લિંક પણ બ્રોકન દેખાય છે. જો કે, તે સ્પષ્ટ નથી કે જાડેજાએ પોતાનું એકાઉન્ટ પોતે ડિએક્ટિવેટ કર્યું છે કે કોઈ અન્ય ટેકનિકલ કારણ છે, તેની IPL કારકિર્દીને લઈને સવાલ ઉભા થયા છે. રસપ્રદ વાત એ છે કે, રવિન્દ્ર જાડેજાની પહેલી IPL ટીમ રાજસ્થાન રૉયલ્સ રહી છે.

રવીન્દ્ર જાડેજા 2008માં માત્ર 19 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. રાજસ્થાને પહેલી સીઝનમાં પોતાની પહેલી ટ્રોફી જીતી હતી. ત્યારથી ટીમ એક પણ ટ્રોફી જીતી શકી નથી. 2010માં કરારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જાડેજાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાડેજા 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો.

jaddu
BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી 5 IPL ટ્રોફી જીતી છે, તેમાંથી 3માં રવિન્દ્ર જાડેજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વર્ષ 2022માં તેને ટીમની કેપ્ટન્સી પણ સોંપવામાં આવી હતી, પરંતુ નબળા પ્રદર્શનને કારણે તેણે સીઝનની મધ્યમાં આ ભૂમિકા છોડી દીધી હતી. ડાબા હાથના ઓલરાઉન્ડર જાડેજાને IPL 2025 માટે CSK18 કરોડ રૂપિયામાં રિટેઇન કરવામાં આવ્યો હતો.

36 વર્ષીય રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 254 IPL મેચ રમી છે, જેમાં 3250 રન બનાવ્યા છે અને 170 વિકેટ લીધી છે. તે CSKનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર (152) છે. CSK માટે સૌથી વધુ 154 વિકેટ ડ્વેન બ્રાવોના નામે છે. 2023ની IPL ફાઇનલમાં, જાડેજાએ અંતિમ ઓવરમાં બેટિંગથી શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટીમને જીત અપાવી હતી.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.