- Sports
- ‘ઘણી ભૂલો કરી છે...’, પ્લેઓફમાંથી બહાર થયા બાદ રિયાન પરાગે જણાવ્યું ક્યાં-ક્યાં થઈ ચૂક
‘ઘણી ભૂલો કરી છે...’, પ્લેઓફમાંથી બહાર થયા બાદ રિયાન પરાગે જણાવ્યું ક્યાં-ક્યાં થઈ ચૂક

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન રિયાન પરાગે ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 100 રનથી મળેલી નિરાશાજનક હાર બાદ જીતનો શ્રેય મહેમાન ટીમને આપ્યો. તેમણે કહ્યું કે જો તેઓ વિરોધી ટીમને 190 થી 200 રન વચ્ચે રોકી દેતા તો સારું રહેતું. 218 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ્સની ટીમ કરણ શર્મા (3/23), જસપ્રીત બૂમરાહ (2/15) અને ટ્રેન્ટ બોલ્ટ (3/28)ની શાનદાર બોલિંગને સામે 16.1 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. રોયલ્સ તરફથી, માત્ર જોફ્રા આર્ચર (30) જ 20 રનનો આંકડો પાર કરી શક્યો.

રેયાન રિકેલ્ટને 38 બૉલમાં 3 સિક્સ અને 7 ફોરની મદદથી 61 રન બનાવ્યા અને રોહિત શર્મા (36 બૉલમાં 53 રન, 9 ફોર) સાથે પહેલી વિકેટ માટે 116 રન જોડીને મુંબઈને મજબૂત શરૂઆત અપાવી. કેપ્ટન હાર્દિક પંડ્યા (નોટ આઉટ 48, 23 બૉલ, 6 ફોર ગ્ગા, એક સિક્સ) અને સૂર્યકુમાર યાદવ (નોટઆઉટ 48, 23 બૉલ, 4 ફોર, 3 સિક્સ) એ અંતિમ ઓવરોમાં 44 બૉલમાં 94 રનની શાનદાર ભાગીદારી કરીને ટીમને 2 વિકેટ ગુમાવીને 217 રન સુધી પહોંચાડી હતી.
રિયાન પરાગે મેચ બાદ કહ્યું કે, ‘મુંબઈ ઈન્ડિયન્સે જે રીતે બેટિંગ કરી, તેના માટે તેમને શ્રેય આપવો પડશે. તેમણે વિકેટ બચાવી. હા, 190-200 વચ્ચેનો સ્કોર આદર્શ હોત. અમને સારી શરૂઆત મળી રહી છે, પરંતુ મિડલ ઓર્ડરમાં, મારે અને ધ્રુવે (જુરેલ) ઇનિંગ આગળ વધારવાની છે. અમે ઘણી વસ્તુ સારી અને ખોટી કરી છે. ઘણી ભૂલો કરી છે. અમે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ અને સારી વસ્તુઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ.

મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, આ મેચ માટે બેટ અને બૉલથી તેમના માટે શાનદાર રહી. અમે જે રીતે બેટિંગ કરી અને અમે બૉલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું, આ એકદમ પરફેક્ટ મેચ હતી. અમે હજી 15 રન બનાવી શકતા હતા. સૂર્યકુમાર અને મેં કહ્યું કે શૉટનું મહત્ત્વ છે. રોહિત અને રેયાને પણ એ જ રીતે બેટિંગ કરી. મને લાગે છે કે તે એકદમ શાનદાર હતું.
Related Posts
Top News
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Opinion
