- Sports
- ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું
રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા સુધી પહોંચવામાં સફળ થઈ ગઈ. આ ઘટનાએ અધિકારીઓ અને ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં પૂર્ણ થયેલી વન-ડે શ્રેણી દરમિયાન આ ઘટના બની.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં સરિતા શર્મા નામની એક મહિલા હોટલની સુરક્ષાથી બચીને ત્રીજી વન-ડે પછી રોહિત શર્મા પાસે પહોંચી અને તેનો હાથ પકડી લીધો હતો. આ અચાનક બનેલી ઘટનાથી અનુભવી બેટ્સમેન પણ એકદમ ચોંકી ગયો હતો, ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓએ તરત જ હસ્તક્ષેપ કરતા તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
https://twitter.com/rushiii_12/status/2013701378804457676?s=20
ત્યારબાદ સરિતાએ ઓનલાઈન જાહેર કરાયેલી એક વીડિયો અપીલમાં પોતાની નાટકીય પગલાં પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે, ‘તેની 8 વર્ષની પુત્રી અનિકા ગંભીર બીમારીથી પીડાય છે અને તેને ખાસ મેડિકલ ઈન્જેક્શનની જરૂર છે, જેની કિંમત લગભગ 9 કરોડ રૂપિયા છે, જેને અમેરિકાથી આયાત કરવી પડશે. તેમના મતે, પરિવારે અત્યાર સુધીમાં સમુદાય ભંડોળ દ્વારા 4.1 કરોડ એકત્ર કર્યા છે, પરંતુ સમય અને સંસાધનો બંને ઝડપથી ખતમ થઈ રહ્યા છે.
વીડિયોમાં, સરિતાએ કહ્યું કે, ‘મારું નામ સરિતા શર્મા છે. મારી પુત્રી અનિકા ગંભીર બીમારીથી પીડાઈ રહી છે, અને તેને બચાવવા માટે 9 કરોડ રૂપિયાની ઇન્જેક્શનની જરૂર છે, જે અમેરિકાથી મંગાવવી પડશે. તે વધુમાં જણાવ્યું કે તેને સમજ પડતી નહોતી કે તે પોતાની વાત કેવી રીતે પહોંચાડે. તેણે ભાર મૂક્યો કે તેનું આ પગલું ન તો પ્રચાર માટે હતું કે ન તો સેલ્ફી લેવાની મંશાથી, પરંતુ તેની પુત્રીનો જીવ બચાવવાની મજબૂરી હતી.
વીડિયોમાં તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને મદદ માટે અપીલ કરી છે. જ્યારે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ મહિલાની સ્થિતિ પ્રત્યે પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર હાઇ-પ્રોફાઇલ ખેલાડીઓ માટે સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન.

