- Sports
- T20 વર્લ્ડ કપ: આ ગુજરાતીને કારણે અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું
T20 વર્લ્ડ કપ: આ ગુજરાતીને કારણે અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું
અમેરિકામાં ICC T-20 વર્લ્ડકપની ક્રિક્રેટ મેચ ચાલી રહી છે. ગુરુવારે રાત્રે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે મેચ થઇ હતી, જેમાં અમેરિકાની ટીમે પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવી દીધું હતું. આ મેચમાં ગુજરાતી સહિત ભારતીય ખેલાડીઓ હીરો બન્યા હતા.
પાકિસ્તાને પહેલા બેટીંગ કરી હતી અને એકદન ખરાબ શરૂઆત થઇ હતી. 27 રનમાં પાકિસ્તાનની 3 વિકેટ પડી ગઇ હતી. એ પછી બાબર આઝમે 44 અને શાદાબે 40 રન બનાવ્યા અને પાકિસ્તાનની ટીમ 158 રન પર સમેટાઇ હતી. જેના જવાબમાં અમેરિકાની ટીમમાંથી ગુજરાતી કેપ્ટન મોનાંક પટેલ 38 બોલમં 50 રન માર્યા હતા. છેલ્લી ઓવરમાં અમેરિકાએ 15 રન બનાવવાના હતા ત્યારે નીતિશ કુમારેં છેલ્લી બોલ પર ચોગ્ગો ફટકારી દેતા મેચ ટાઇ હતી. સુપર ઓવરમાં અમેરિકાની જીત થઇ હતી.
આ મેચમાં સૌરભ નેત્રાવલકરે અમેરિકાની ટીમ વતી 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. મોનાંક પટેલ આણંદનો છે અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

