- Sports
- વર્લ્ડ કપ અગાઉ અમેરિકામાં હોબાળો, અમ્પાયરની ધરપકડ કરીને સ્ટેડિયમથી કાઢ્યા
વર્લ્ડ કપ અગાઉ અમેરિકામાં હોબાળો, અમ્પાયરની ધરપકડ કરીને સ્ટેડિયમથી કાઢ્યા

દુનિયામાં લોકોએ વર્ષ 2023 વર્ષને અલવિદા કહેતા શાનદાર અંદાજમાં વર્ષ 2024નું સ્વાગત કર્યું છે. ક્રિકેટ ફેન્સને આ નવા વર્ષમાં ICC T20 વર્લ્ડ કપનો ઇંતજાર છે. આ ટૂર્નામેન્ટ આ વર્ષે જૂન 2024માં વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાશે, પરંતુ એ અગાઉ જ અમેરિકન ક્રિકેટ જગતથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહી પૈસાઓની લેવડ-દેવડના વિવાદને લઈને માલિકે પોલીસને બોલાવી લીધી અને અમ્પાયરની જ ધરપકડ કરીને મેદાનથી બહાર કરાવી દીધા.
એવું ક્રિકેટ જગતમાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. આ બાબતે T20 વર્લ્ડ કપ અગાઉ ફેન્સના મનમાં આશંકા સાથે જોડાયેલા ઘણા સવાલ ઊભા કરી દીધા છે. અહી આખો મામલો અમેરિકન પ્રીમિયર લીગ (APL)માં જોવા મળ્યો છે. લીગની સેમીફાઇનલ મેચ દરમિયાન જ અમ્પાયરને મેદાનથી બહાર કરી દેવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમ્પાયરોનો દાવો છે કે તેમને તેમની બાકીની રકમ 30 હજાર ડોલરની ચૂકવણી કરવામાં આવી નથી, જ્યારે અમેરિકન પ્રીમિયર લીગનો દાવો કર્યો છે કે અમ્પાયરોએ ડાઉન પેમેન્ટ મળ્યા છતા માલિક પાસે પૈસાની માગ કરી અને સેમીફાઇનલ રોકવા માટે બ્લેકમેલ કર્યા. હોબાળો વધવા પર જ પોલીસને બોલાવીને અમ્પાયરને મેદાનથી બહાર કરવામાં આવ્યા.
Here's another update from the drama unfolding in Texas today at the American Premier League T20 cricket event. Umpires who had the cops called on them by APL official for not taking the field say they refused to take the field because they were owed... Approximately $30,000. https://t.co/rzodjRUVSg pic.twitter.com/VaK5WLeyXM
— Peter Della Penna (@PeterDellaPenna) December 30, 2023
APLએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી જણાવ્યું કે, ‘અમ્પાયરોને ડાઉન પેમેન્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ટીમના માલિકને 30 હજાર ડોલર માટે બ્લેકમેલ કર્યા. સાથે જ સેમીફાઇનલ રોકવાની ધમકી આપવા લાગ્યા. બોલ્યા કે પહેલા પેમેન્ટ કરો નહિતર કોઈ મેચ નહીં થાય. ડેની ખાન, વિજયા, બ્રાયન ઓવેન્સને જણાવ્યું કે તેઓ અમ્પાયર તરીકે બ્લેકમેલ નહીં કરી શકે. જ્યારે મેચ ચાલુ રાખવા માટે અમ્પાયરોએ મેદાનથી હટવાની ના પાડી દીધી તો પોલીસને બોલાવવવામાં આવી.
એક પત્રકારે અમ્પાયરો સાથે વાત કરી અને તેમના સંદર્ભે લખ્યું કે, ‘હું વિજયા પ્રકાશ મલ્લેલ, UAEથી ICC પેનલ અમ્પાયરોથી એક છું. છેલ્લા 10 દિવસ ટીમો સાથે કામ કરવાનું મારા માટે ખુશીની વાત હતી. માફ કરો, અમ્પાયરોની બાકી લગભગ 30 હજાર ડોલરની ચૂકવણી કરવામાં આવી રહી નથી. અમારા પોતાના ખર્ચ છે. અમે પોતાની સેવાઓ અને ખર્ચ માટે પૈસાની માગ કરી તો પોલીસ બોલાવવામાં આવી. મેચ છોડવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો.