ભારત-અફઘાનિસ્તાન મેચમાં હોબાળો, અમ્પાયરના નિર્ણયથી અફઘાની ટીમ થઇ ગુસ્સે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઇમાર્જિંગ એશિયા કપની સેમીફાઇનલ મેચ રમાઇ રહી હતી. ઓમાનમાં રમાઇ રહેલી આ મહત્ત્વની સેમીફાઇનલ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરતા અફઘાની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. જુબૈદ અકબરી અને શેદિકુલ્લાહ અટલની ઓપનર જોડીએ શાનદાર અંદાજમાં ઇનિંગની શરૂઆત કરી અને કોઇ વિકેટ ગુમાવ્યા વિના 61 રન ફટકારી દીધા હતા. પાવરપ્લે બાદ પણ ભારત પહેલી વિકેટ શોધી રહ્યું હતું. જો કે, પાવરપ્લે બાદ પણ અફઘાનિસ્તાનની ઓપનર જોડી ન રોકાઇ. બંનેએ મળીને 10 ઓવરમાં 89 રન સ્કોરબોર્ડ પર લગાવી દીધા હતા.

ત્યારબાદ બંને ઓપનરોએ ગિયર બદલતા 12મી ઓવરમાં જ પોત પોતાની અડધી સદી પૂરી કરી નાખી. ત્યારબાદ એ ઓવર આવી, જેની અફઘાની બેટ્સમેનોને શોધ હતી. 13મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા રાહુલ ચાહરે 4 છગ્ગા સાથે એક જ ઓવરમાં 31 રન આપી દીધા, જેથી અફઘાનિસ્તાનનો સ્કોર 13 ઓવરમાં 135 રન પર પહોંચી ગયો. ત્યારબાદ રસિખ દાર 14મી ઓવર કરવા માટે આવ્યો અને માત્ર 2 રન આપ્યા. ભારતને પહેલી વિકેટ 15મી ઓવરમાં મળી. પહેલા જ બૉલ પર આકિબ ખાને જુબૈદ અકબરીને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. જો કે, આ વિકેટને લઇને ભારે હોબાળો જોવા મળ્યો.

આકીબના યોર્કર બૉલ પર મોટો શૉટ લગાવવાના ચક્કરમાં જુબૈદ બીટ થઇ ગયો. બૉલ પગ અને બેટ વચ્ચેથી નીકળતો વિકેટકીપરના હાથમાં જતો રહ્યો. વિકેટકીપરે અપીલ ઉઠાવી અને ફિલ્ડ અમ્પાયરે આઉટ ન આપ્યો. ત્યારબાદ ખેલાડી ત્રીજા અમ્પાયરના પરિણામની રાજ જોવા લાગ્યા. આ દરમિયાન અફઘાની ઓપનર જોડી અને ભારતીય ખેલાડી કંઇક વાત કરતા નજરે પડ્યા. તેના થોડા સમય બાદ થર્ડ અમ્પાયરે આઉટ આપી દીધો, પરંતુ અફઘાની પક્ષ એ વાતથી નારાજ થઇ ગયો હતો.

અફઘાનિસ્તાનના ઑફિશિયલે પોતાના ખેલાડીને મેદાન પર જ રહેવાનો ઇશારો કર્યો, જેનાથી થોડા સમય માટે મેદાન પર અસમંજસની સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ. જો કે, થોડા સમય બાદ જુબૈદ પાવેલિયન આવતો રહ્યો. આ દરમિયાન ઘણા સમય સુધી મેચ રોકાઇ રહી. આ મેચની વાત કરીએ તો અફઘાની ટીમે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રન જ બનાવી શકી હતી. આમ અફઘાની ટીમે આ મેચ 20 રને જીતી લીધી હતી.

About The Author

Related Posts

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.