- Sports
- શું વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અમેરિકામાં ખાધુ બીફ? જાણો વાયરલ દાવાનું સત્ય
શું વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અમેરિકામાં ખાધુ બીફ? જાણો વાયરલ દાવાનું સત્ય

વિરાટ કોહલી છેલ્લા એક દશકથી ભારતીય ક્રિકેટની બેટિંગનું કરોડરજ્જુ બની ચૂક્યો છે. વિરાટ કોહલી પોતાની ફિટનેસ અને ખાન-પાન માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે. તેણે સ્વાસ્થ્ય સંબંધિત કારણોનો સંદર્ભ આપતા થોડા વર્ષો અગાઉ માંસ ખાવાનું છોડી દીધું હતું. હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ છે જેમાં વિરાટ કોહલી સાથે અનુષ્કા શર્મા છે. સાથે એક રેસ્ટોરાંના બિલની કોપીમાં બીફની લિસ્ટ પણ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલી અમેરિકાના ફ્લોરિડામાં બીફ ખાતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર એક યુઝરે વાયરલ પોસ્ટ શેર કરીને લખ્યું કે, 'અમેરિકાના ફ્લોરિડામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું રેસ્ટોરેન્ટ બિલ. હિન્દુ હોવા છતા તેઓ બીફ ખાઈ રહ્યા છે.' તેના સિવાય ઘણા અન્ય યુઝર્સે વાયરલ પોસ્ટ શેર કરી છે. હવે સવાલ એ છે કે શું વિરાટ કોહલી ફ્લોરિડામાં બેસીને બીફ ખાઈ રહ્યો છે? આ દાવાનું સત્ય જાણવા માટે અમે વાયરલ થઈ રહેલા રેસ્ટોરાંના બિલને રિવર્સ સર્ચ કર્યું. અમને ‘the sun’ની વેબસાઈ પર ઑગસ્ટ 2021માં છપાયેલો એક રિપોર્ટ મળ્યો. તેમાં વાયરલ થઈ રહેલા રેસ્ટોરાંના બિલની તસવીર છે.
JUST IN ? : Viral restaurant bill of Virat Kohli & Anushka Sharma in Florida, USA.
— ???????? ? (@ImHydro45) December 8, 2023
He was eating beef despite being Hindu. pic.twitter.com/2lGHVVUJXg
એ મુજબ તે અમેરિકાના ન્યૂજર્સીમાં પ્રખ્યાત શેફ ગોર્ડન રેમસેના રેસ્ટોરાંનું બિલ છે. જ્યાં જેફરી પેગે અને તેની મહિલા મિત્ર ડિનર ડેટ પર ગયા હતા. તેઓ ત્યાં વાગ્યૂ બીફ ખાવા માગતા હતા, પરંતુ તેમને મેન્યૂકાર્ડમાં જાપાની ડીશ કોબે પણ નજરે પડી. જેફરીને લાગ્યું કે તેના 4 પીસની કિંમત 2500 રૂપિયા હશે. તેના 8 પીસ ઓર્ડર કરી દીધા. સાથે જ કેટલુંક પીણું પણ મંગાવ્યું, પરંતુ જ્યારે બિલ આવ્યું તો તેમની હાલત ખરાબ હતી કેમ કે તેના એક પીસની કિંમત 2500 રૂપિયા હતી. તેનો અર્થ એ કે આ બિલનું વિરાટ-અનુષ્કા સાથે દૂર દૂર સુધી કોઈ લેવું દેવું નથી. આ મામલો જેફરી અને તેની પ્રેમિકા સાથે જોડાયેલો છે.
હાલમાં વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે લંડનમાં છુટ્ટીઓ મનાવી રહ્યો છે. આ દરમિયાન તેની કેટલીક તસવીર પણ સામે આવી છે જેમાં તે લંડનમાં પોતાના ફેવરિટ રેસ્ટોરાંમાં નજરે પડી રહ્યો છે. હવે વિરાટ અને અનુષ્કાની વાયરલ થઈ રહેલી તસવીરની થઈ રહી છે. અમે આ તસવીરને રિવર્સ સર્ચ કર્યું. વિરાટ અને અનુષ્કાની આ તસવીર દુબઈની ઓક્ટોબર 2021ની છે. વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. વિરાટ-અનુષ્કા સાથે તેમની દીકરી વામિકા પણ છે. આ તસવીર દુબઈમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ દરમિયાનની છે. તો આ બધુ જોતા પરિણામ એ નીકળે છે કે વિરાટ અને અનુષ્કા સાથે જોડીને એક રેસ્ટોરાંના બિલની તસવીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી છે.