- Sports
- વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરતા પહેલા શું કરે છે? રાજકોટ વન-ડે અગાઉ ખુલાસો
વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરતા પહેલા શું કરે છે? રાજકોટ વન-ડે અગાઉ ખુલાસો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 14 જાન્યુઆરીએ રાજકોટમાં બીજી વન-ડે રમાશે. ભારતે વડોદરામાં પહેલી વન-ડે 4 વિકેટથી જીતી હતી, જેમાં વિરાટ કોહલીએ 93 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે ભારતીય ટીમનો ઇરાદો રાજકોટ વન-ડે જીતીને શ્રેણી પોતાના નામે કરવાનો હશે. જોકે, ભારતીય ટીમ શ્રેણી જીતે તે પહેલા વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બેટિંગ પહેલા કેટલીક યુક્તિઓ અજમાવતો નજરે પડી રહ્યો છે.
મતલબ આ વીડિયો બતાવે છે કે બેટિંગ કરતા પહેલા તે પોતાને કેવી રીતે તૈયાર કરે છે. વિરાટ કોહલીનો વાયરલ વીડિયો વડોદરામાં પહેલી વન-ડે દરમિયાન બેટિંગ કરવા માટે મેદાન પર આવવા પહેલાંનો છે. વીડિયોમાં વિરાટ કોહલી વડોદરાના પેવેલિયનમાં બેસીને પોતાને બેટિંગ માટે તૈયાર કરતો જોવા મળે છે. આ દરમિયાન તેની આદત કેમેરામાં કેદ થઈ ગઈ.
https://twitter.com/Cricket_live247/status/2010774209086284115?s=20
વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી બેટિંગ કરવા જતા પહેલા પોતાના શરીર પર પરફ્યૂમ છાંટતો જોવા મળે છે. પછી તે તેના હાથ પર ક્રીમ પણ લગાવે છે. પછી તે ઝડપથી કંઈક ખાય છે. આટલું કર્યા બાદ, વિરાટ કોહલી મેદાનમાં ઉતરે છે. વડોદરામાં આ બધુ કર્યા બાદ શું થયું તે બધાએ જોયું. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વન-ડેમાં સદી ચૂકી ગયો છતા તે છવાઇ ગયો. તેણે 91 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી.
આ જ ઇનિંગ દરમિયાન તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી 28,000 રન પૂરા કરનારો ક્રિકેટર પણ બની ગયો. તેણે તેની પ્લેયર ઓફ ધ મેચ ટ્રોફીમાં વધારો કર્યો. હવે કંઇક આવી જ રીતે, પરફ્યૂમ અને ક્રીમ લગાવીને વિરાટ કોહલી રાજકોટમાં બેટિંગ કરવા જતો જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે બેટિંગ કરતા પહેલા આવું કરવું કોહલીની આદત બની ગઈ છે.

