અમદાવાદ ટેસ્ટ ડ્રો થશે તો ટીમ ઈન્ડિયાનું શું થશે? WTC ફાઈનલનું સંપૂર્ણ ગણિત સમજો

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં આજે (11 માર્ચ) ત્રીજા દિવસની રમત થઈ હતી અને અત્યાર સુધી માત્ર પ્રથમ બે દાવ જ રમાઈ રહ્યા છે. હવે મેચમાં બે દિવસ બાકી છે અને વધુ બે ઇનિંગ્સ રમવાની છે.

આવી સ્થિતિમાં અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રો થવાની પૂરી સંભાવના છે. અહીં તમને જણાવી દઈએ કે, અમદાવાદની આ ટેસ્ટ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે WTCની ફાઇનલમાં પ્રવેશ કરશે.

WTC ફાઇનલ આ વર્ષે 7 જૂનથી લંડનના ઓવલ મેદાનમાં રમાશે. જો કે, પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાથી ઓસ્ટ્રેલિયન ટીમ WTCની ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. હવે બીજા ફાઇનલિસ્ટની રાહ જોવાઇ રહી છે. બીજા ફાઇનલિસ્ટના દાવેદારીમાં ભારતીય ટીમ ઉપરાંત શ્રીલંકા પણ છે.

બે વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બીજી સિઝન છે. હવે આ ચેમ્પિયનશિપમાં માત્ર 4 મેચ બાકી છે. આમાં, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની મેચથી કોઈ ફરક પડતો નથી, કારણ કે બંને ટીમો રેસમાંથી બહાર છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જો અમદાવાદ ટેસ્ટ ડ્રો થશે અથવા ભારતીય ટીમ તેમાં હારશે તો સમગ્ર મામલો શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી તરફ વળી જશે.

તે સ્થિતિમાં, શ્રીલંકાને WTCની ફાઇનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી ક્લીન સ્વીપ સાથે જીતવી પડશે. આ શ્રેણી ન્યુઝીલેન્ડમાં રમાઈ રહી છે. જો આ શ્રેણીની એક પણ મેચ ડ્રો થાય છે અથવા શ્રીલંકા હારી જાય છે, તો તે સ્થિતિમાં ભારતીય ટીમ અમદાવાદ ટેસ્ટ હાર્યા બાદ પણ WTCની ફાઇનલમાં પહોંચી જશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ભારતીય ટીમનું પ્રદર્શન: ઈંગ્લેન્ડ સામે 4 ટેસ્ટ સિરીઝ 2-2થી બરાબર, ન્યૂઝીલેન્ડને 3 ટેસ્ટ હોમ સિરીઝમાં 2-1થી હરાવ્યું, સાઉથ આફ્રિકા સામે 3 ટેસ્ટ સિરીઝમાં 2-1થી હાર, શ્રીલંકાને 2-ટેસ્ટની હોમ સિરીઝમાં 2-0થી હરાવ્યું, બાંગ્લાદેશને 2-ટેસ્ટની સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું, ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 4-ટેસ્ટની હોમ સિરીઝમાં 2-1થી આગળ છે.

અમદાવાદ ટેસ્ટ ડ્રો જાય કે ભારત તે મેચ હારી જાય તો WTCનું અંતિમ સમીકરણ આ પ્રમાણે રહેશે,  જો શ્રીલંકા બે ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કરે છે તો તે WTC ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે, જો શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ સિરીઝની મેચ પણ ડ્રોમાં સમાપ્ત થાય છે, તો ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં પ્રવેશ કરશે, જો શ્રીલંકા ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં એક પણ મેચ હારી જશે, તો ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં પ્રવેશ કરશે.

અહીં તમને જણાવી દઈએ કે, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ ત્રણ મેચ થઈ ગઈ છે જેમાં ભારતીય ટીમે બે મેચ જીતીને શ્રેણીમાં 2-1ની લીડ જાળવી રાખી છે. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 9 માર્ચથી અમદાવાદમાં રમાઈ રહી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ (2021-2023): ઓસ્ટ્રેલિયા-68.52 ટકા પોઈન્ટ, 11 જીત, 3 હાર, 4 ડ્રો, ટીમ ઈન્ડિયા-60.29 ટકા પોઈન્ટ, 10 જીત, 5 હાર, 2 ડ્રો, શ્રીલંકાની ટીમ-53.33 ટકા પોઇન્ટ, 5 જીત, 4 હાર, 1 ડ્રો, દક્ષિણ આફ્રિકા-52.38 ટકા પોઇન્ટ, 7 જીત, 6 હાર, 1 ડ્રો, ઈંગ્લેન્ડની ટીમ-46.97 ટકા પોઈન્ટ, 10 જીત, 8 હાર, 4 ડ્રો.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.