કોણ છે વિજયકુમાર વિષક? જેને પહેલી વખત ભારતીય ટીમમાં મળી જગ્યા?

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ગઇ છે. Vijaykumar Vyshakને પહેલી વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિજય કુમાર ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમે છે. તેણે 24 ફેબ્રુઆરી 2021ના રોજ 2020-21 વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક માટે પોતાની લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું. પછી તેણે 5 નવેમ્બર 2021ના રોજ 2021-22 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્ણાટક માટે પોતાનું T20 ડેબ્યૂ કર્યું હતું.

તેણે 17 ફેબ્રુઆરી 2022ના રોજ 2021-22ની રણજી ટ્રોફીમાં કર્ણાટક માટે પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. 7 એપ્રિલ 2023ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLમાં રજત પાટીદારની જગ્યાએ ટીમમાં સાઇન કર્યો હતો. 15 એપ્રિલ 2023ના રોજ તેણે IPLમાં દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ IPLની શરૂઆત કરી હતી. વિજય કુમાર શરૂઆતમાં એક ઓપનર બેટ્સમેન હતો, પરંતુ ત્યારબાદ તેણે બોલિંગ પર વધુ ફોકસ કર્યું. તેણે IPL ડેબ્યૂની પહેલી વિકેટ દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરના રૂપમાં લીધી હતી.

વિજય કુમારે 25 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 99 વિકેટ લીધી છે, જ્યારે 21 લિસ્ટ A મેચમાં તેના નામે 34 વિકેટ છે. તો T20ની વાત કરીએ તો વિજય કુમારે 30 મેચોમાં 42 વિકેટ પોતાના નામે કરી છે. હવે જોવાનું એ રહેશે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 સીરિઝમાં તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે T20 સીરિઝની શરૂઆત 8 નવેમ્બરથી થશે. કુલ 4 T20 ઇન્ટરનેશનાલ મેચ રમાશે. બધી મેચ દક્ષિણ આફ્રિકામાં રમાશે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાક, અવેશ ખાન અને યશ દયાલ.

About The Author

Top News

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત...
Health 
શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર ખૂબ જ ઓછો છે. બંને દેશો વચ્ચે સતત ભૂ-રાજકીય તણાવ અને સરહદી તણાવને...
Business 
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

મહેન્દ્ર સિંહ ધોનીની  હાલમાં કોઈને પરિચય આપવાની જરૂર નથી. IPLમાં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે, પરંતુ શું...
Sports 
સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?
Copyright (c) Khabarchhe All Rights Reserved.