ગાબાનો હીરો કેમ વ્હાઇટ બોલમાં ફ્લોપ જઈ રહ્યો છે?

જ્યારે રિષભ પંત ક્રિકેટના મેદાન પર બેટિંગ કરવા માટે ઉતરે છે, ત્યારે વિરોધી ટીમ પર એક પ્રકારનું માનસિક દબાણ બની જતું હોય છે. કેપ્ટન તેમના ફિલ્ડરોને ચારેય બાજુ ફેલાવી દે છે, અને બોલરો ઘણીવાર પહેલાથી બનાવેલી તેમની બોલિંગ લાઇન અને લેન્થ ભૂલી જાય છે. 'બેજબોલ' શબ્દ પ્રચલિત થયો તે પહેલાં જ રિષભ પંત ખુદ પહેલાથી જ એક મનોવૈજ્ઞાનિક હથિયાર બની ગયો હતો.

રિષભ પંતે પોતાના કાબુ બહારના આક્રમક અંદાજથી ટેસ્ટ ક્રિકેટમાં ઘણી મેચોનું પાસું પલટી નાખ્યું છે. જ્યારે તે ગાબ્બામાં અંતિમ દિવસમાં કરેલો ચમત્કાર હોય કે અમદાવાદમાં પ્રથમ ઇનિંગ્સના આક્રમક પ્રહાર હોય, રિષભ પંત દરેક પરિસ્થિતિમાં સતત પોતાની શરતો પર જ રમ્યો છે. બોલ જૂનો થઇ ગયો હોય કે નવો હોય કે પીચની સ્થિતિ ગમે તેવી હોય ક્યારેય તેની રમતમાં અવરોધ નથી બની.

પરંતુ જ્યારે તે જ બેટ્સમેન સફેદ બોલના ક્રિકેટમાં પગ મૂકે છે, ત્યારે ચિત્ર એકદમ અલગ જ થઇ જતું હોય છે.

રિષભ પંતે 2017થી 31 વનડે અને 76 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વનડેમાં તેની સરેરાશ 33.50 છે, જ્યારે T20માં તે ઘટીને 23.25 સુધી થઈ ગઈ છે. 50થી વધુ T20 મેચ રમનારા ટોચના 7 ભારતીય બેટ્સમેનોમાં, તેની સરેરાશ સૌથી ઓછી છે.

48

IPLમાં પણ આ જ પરિસ્થિતિ બની રહેલી છે. રિષભ પંતે 9 સીઝનમાં ફક્ત ચાર વાર 400 રનનો આંકડો પાર કર્યો છે. IPL 2025માં 27 કરોડ રૂપિયાની કિંમત સાથે, તેણે 140થી ઓછા સ્ટ્રાઈક રેટ સાથે 269 રન બનાવ્યા હતા.

પહેલા તે તમામ ફોર્મેટના ક્રિકેટમાં ભવિષ્યનો ખેલાડી તરીકે ઓળખાતો રિષભ પંત ધીમે ધીમે સફેદ બોલ ક્રિકેટમાં પોતાનું સ્થાન ગુમાવી રહ્યો છે. તેણે જુલાઈ 2024થી કોઈ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી અને તેની છેલ્લી વનડે ઓગસ્ટમાં હતી. તેને તાજેતરના દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તેને તક મળી ન હતી. પસંદગીકારો હવે KL રાહુલ અને અન્ય યુવાનો તરફ વળ્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં, રિષભ પંતની રમત એક સ્પષ્ટ પેટર્નને અનુસરે છે, ફિલ્ડરો અંદરના ઘેરામાં હોય છે, ગેપ ઉપલબ્ધ હોય છે, અને તેના દ્વારા કરવામાં આવેલી ભૂલો ઘણીવાર તેને કઈ મોંઘી પડતી નથી. પરંતુ સફેદ બોલ ક્રિકેટમાં તે સંપૂર્ણપણે ઊંધું થઇ જાય છે. ફિલ્ડિંગ પાછળ ધકેલી દેવામાં આવે છે, ફિલ્ડરો ઊંડે સુધી ઉભેલા તૈયાર હોય છે, અને સહેજ પણ ભૂલ સરળતાથી કેચ બની જાય છે. રિષભ પંતની રમત સંપૂર્ણપણે સહજતા પર આધાર રાખે છે, જ્યારે આ સફેદ બોલનું ફોર્મેટ પહેલા ચોકસાઈ અને પછી ખુલીને રમવાની માંગ કરે છે.

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર દીપ દાસગુપ્તા માને છે કે, સફેદ બોલ ક્રિકેટમાં રિષભ પંતનો સંઘર્ષ ટેકનિકલ નથી, પરંતુ માનસિક છે. તે કહે છે, 'આ માનસિક રમત છે. તેણે ફક્ત તે જ કરવાની જરૂર છે જે તે સારી રીતે કરી શકે છે, 'વિરોધી બોલિંગને તોડી નાખો. પરિસ્થિતિને વધુ પડતી જટિલ ન બનાવો.'

50

વણજોઇતા બ્રેકને લીધે રમતનો તાલ ખોરવાયો: 2022માં ઇંગ્લેન્ડ સામે મેચ જીતનારી સદી રિષભ પંત માટે એક મુખ્ય વળાંક હતો. તેણે ધીમે ધીમે તેની રમત પર ફરીથી નિયંત્રણ મેળવવાનું શરૂ કર્યું. પરંતુ ડિસેમ્બર 2022માં એક માર્ગ અકસ્માતે તેની 18 મહિનાની કારકિર્દી પર બ્રેક મારી દીધી હતી. લય પર આધારિત સફેદ બોલ ક્રિકેટમાં આ ગેપ ખૂબ મોંઘો પડે છે. જ્યારે રિષભ પંત પાછો ફર્યો, ત્યારે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હતી, અને તેણે શીખવાની પ્રક્રિયા ફરીથી શરૂ કરવી પડી હતી.

દીપ દાસગુપ્તાના મતે, પંતની સૌથી મોટી તાકાત, બધું જ કરવાની તેની ક્ષમતા.. આ જ તેની સાથે રહેલો સૌથી મોટો પડકાર પણ છે. ઘણા બધા વિકલ્પો હાજર હોવાના કારણે ખેલાડી ક્યારેક પોતાને શું કરવું અને શું ન કરવું તે અંગે મૂંઝવણ અનુભવે છે. રિષભ પંતને તેની 'આક્રમક બેટિંગ', એટલે કે તેના સૌથી વધુ આત્મવિશ્વાસભર્યા અંદાજને ઓળખવાની જરૂર છે.

છેલ્લા કેટલાક સમયથી, રિષભ પંત મિડલ ઓર્ડરમાં રમી રહ્યો છે, અને ક્યારેક IPLમાં ટોચના ક્રમમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે T20માં ટોપ-થ્રી બેટ્સમેન છે અથવા તો મિડલ-ઓર્ડર મેચ ફિનિશર છે, આ સવાલ ફક્ત સવાલ જ બની રહ્યો છે. દાસગુપ્તા કહે છે, 'રિષભ પંત T20માં ટોપ-થ્રી બેટ્સમેન છે. ODIમાં, નંબર 4 પર કે નંબર 5 તેના માટે સૌથી વધુ યોગ્ય છે.'

49

રિષભ પંત તેની રમતમાં વધુ જવાબદારી લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ ક્યારેક આ તેને ખુદને નુકસાન પહોંચાડે છે. ટેસ્ટમાં આસાન લાગે તેવી અને જોખમી રમત, સફેદ બોલ ક્રિકેટમાં તેના માટે સુરક્ષિત રહેતી નથી.

દીપ દાસગુપ્તા માને છે કે રિષભ પંતને ફરીથી શોધવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ અને લયની જરૂર છે. વિજય હજારે ટ્રોફીમાં ગુજરાત સામેની તેની 70 રનની ઇનિંગ સાબિત કરે છે કે જૂની ગતિ હજુ પણ જીવંત છે, પરંતુ તે ખૂબ જ કામચલાઉ છે.

28 વર્ષની ઉંમરે, રિષભ પંતનું ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન નિશ્ચિત છે. હવે ખરી કસોટી એ છે કે, શું ભારતીય ક્રિકેટ અને રિષભ પંત પોતે, સફેદ બોલના ફોર્મેટમાં આ જ પ્રકારની સ્પષ્ટતા અને સંયમ દર્શાવી શકે છે?

About The Author

Related Posts

Top News

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેરમેન સી.એસ. સેટ્ટીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં એક મોટું નિવેદન...
Business 
SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.