- World
- ભારત વિરુદ્ધ અમેરિકાની જાહેરાત, કહ્યું- વિદેશીઓએ અમેરિકાના યુવાનોના સપના છીનવી લીધા, H-1B વીઝા...
ભારત વિરુદ્ધ અમેરિકાની જાહેરાત, કહ્યું- વિદેશીઓએ અમેરિકાના યુવાનોના સપના છીનવી લીધા, H-1B વીઝા...
અમેરિકાની ટ્રમ્પ સરકારના અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટે એક જાહેરાત શેર કરી છે, જેમાં H-1Bવીઝાના દુરુપયોગને લઈને ભારતને હાઇલાઇટ કરવામાં આવ્યું છે. ભારતનેવીઝા સેવાનો સૌથી વધુ અને સૌથી મોટો લાભ ઉઠાવનાર ગણાવ્યો છે. આ જાહેરાત એક સોશિયલ મીડિયા કેમ્પેઇન છે, જેના માધ્યમથી કંપનીઓએ H-1Bવીઝા પ્રોગ્રામનો દુરુપયોગ કર્યો. વિદેશીઓ, ખાસ કરીને ભારતીયોએ અમેરિકન નોકરીઓ છીનવી લીધી છે.

વિભાગે પોતાના સત્તાવાર X હેન્ડલ પર જાહેરાત પોસ્ટ કરી છે, જેમાં કેપ્શન આપ્યું છે કે, ‘અમેરિકાના યુવાનોના સપના છીનવી લેવામાં આવ્યા છે કારણ કે H-1B વીઝાના મોટા પ્રમાણમાં દુરુપયોગને કારણે વિદેશી કર્મચારીઓ દ્વારા તેમની નોકરીઓ છીનવી લેવામાં આવી છે. કંપનીઓના તેના દુરુપયોગ માટે જવાબદાર ઠેરવી રહ્યા છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સેક્રેટરી લોરી શાવેઝ-ડેરેમરની મદદથી અમેરિકનોના સપનાઓને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.’
https://twitter.com/USDOL/status/1983946546052780540
ઉલ્લેખનીય છે કે, અમેરિકના ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે ‘પ્રોજેક્ટ ફાયરવોલ’ નામની એક પહેલ શરૂ કરી હતી, જેના હેઠળ આ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રમ્પ સરકારે સપ્ટેમ્બર 2025માં H-1Bવીઝાને લઈને કેટલાક નવા નિયમો લાગુ કર્યા હતા, જેનો હેતુ ભારતીય IT કંપનીઓને ઓછા પગારવાળા H-1B ધારકોને નોકરી પર રાખવાથી અટકાવવાનો અને તેમને અમેરિકન વ્યાવસાયિકોને નોકરી પર રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, જેથી અમેરિકા ફર્સ્ટની પોલિસી સફળ થઈ શકે.

લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ 51-સેકન્ડના વીડિયોમાં 1950ના દાયકામાં અમેરિકા બતાવવામાં આવ્યું છે, જેમાં ઘર, કારખાનાઓ અને ખુશ-ખુશાલ પરિવારો બતાવવામાં આવ્યા છે. તે અમેરિકાની તુલના આજના અમેરિકા સાથે કરવામાં આવે છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાના 72 ટકા H1Bવીઝા ભારતીયોને આપવામાં આવે છે. વિદેશીઓ અમેરિકનવીઝાનો દુરુપયોગ કરી રહ્યા છે, જેના કારણે અમેરિકન યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે, જેને ટ્રમ્પ સરકાર સહન નહીં કરે.

